ETV Bharat / bharat

આજથી દિલ્હીમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે COVID-19 રસીકરણની શરૂઆત

આજથી દિલ્હીમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે કોવિડ -19 રસીકરણ ડ્રાઇવ શરૂ કરવામાં આવી. 18-45 વય જૂથમાં રસીકરણ માટે પૂર્વ નોંધણી ફરજિયાત છે.

author img

By

Published : May 3, 2021, 1:07 PM IST

RASI
આજથી દિલ્હીમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે COVID-19 રસીકરણની શરૂઆત
  • રાજધાની દિલ્હીમાં કોરોના રસીકરણના ત્રીજો તબક્કો શરૂ
  • 90 લાખ લોકોને આપવામાં આવશે રસી
  • 77 શાળાઓમાં રસીકરણ કેન્દ્ર બનાવવામાં આવ્યા

દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં COVID-19 રસીકરણ ડ્રાઇવનો ત્રીજો અને સૌથી મોટો તબક્કો સોમવારે સવારે શરૂ થયો હતો જે અંતર્ગત 18 વર્ષથી 45 વર્ષ સુધીની વય જૂથના લોકોને રસી આપવામાં આવશે.

90 લાખ લોકો લેશે ત્રીજા તબક્કામાં રસી

એક અધિકારીએ જણાવ્યું હતું કે, દિલ્હીના લગભગ 90 લાખ લોકો આ તબક્કામાં રસીકરણ માટે લાયક છે અને ત્રીજા તબક્કામાં 77 શાળાઓમાં પાંચ રસીકરણ બૂથ બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકારે વધુને વધુ લોકોને રસીકરણ માટે શાળાઓને રસીકરણ કેન્દ્ર બનાવ્યા છે. રાષ્ટ્રીય પાટનગરમાં અત્યાર સુધીમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને આશરે 500 કેન્દ્રોમાં રસી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : જામનગર: પ્રણામી ગ્લોબલ સ્કૂલ ખાતે કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

રસી માટે અગાઉ નોંધણી ફરજીયાત

અધિકારીએ જણાવ્યું કે 18 વર્ષથી 45 વર્ષની વય જૂથમાં રસીકરણ માટે અગાઉ નોંધણી કરાવવી ફરજિયાત છે. ત્રણ મોટી ખાનગી હોસ્પિટલ ચેન - એપોલો, ફોર્ટિસ અને મેક્સ - શનિવારથી મર્યાદિત કેદ કેન્દ્રોમાં 18 થી 45 વર્ષની વય જૂથ માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. દિલ્હી સરકારે રસીનાં 1.34 કરોડ ડોઝનો ઓર્ડર કર્યો હતો, જે આગામી ત્રણ મહિનામાં ઉપલબ્ધ થશે.

67 લાખ ડોઝ સીરમ ઇન્સિ્ટ્યૂટ પાસેથી ખરીદવામાં આવ્યા

તેમાંથી કોવિશિલ્ડ રસીના 67 લાખ ડોઝ પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી ખરીદવામાં આવ્યા છે. અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે ત્રણ લાખ ડોઝની પહેલી માલ મે મહિનાના પહેલા અઠવાડિયામાં દિલ્હી પહોંચશે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું કે, આગામી ત્રણ મહિનામાં તમામ પુખ્ત વયના લોકો માટે કોરોના વાયરસની રસી લાગુ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.