ETV Bharat / bharat

COVID-19: ડોમેસ્ટિક હવાઈ મુસાફરીમાં 15 ટકાનો વધારો

ડોમેસ્ટિક હવાઈ મુસાફરી મોંઘી થશે. ડોમેસ્ટિક હવાઈ મુસાફરીમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જાણો ક્યારથી લાગુ કરાશે.

COVID-19
COVID-19
author img

By

Published : May 29, 2021, 11:36 AM IST

  • ડોમેસ્ટિક હવાઈ મુસાફરીમાં 15 ટકાનો વધારો
  • કોવિડ -19ને કારણે વિમાન મુસાફરોની સંખ્યામાં ઘટાડો
  • હવાઇ મુસાફરી ભાડામાં આ વધારો 1 જૂનથી અમલમાં આવશે

નવી દિલ્હી: ડોમેસ્ટિક હવાઈ મુસાફરી મોંઘી થવાની છે. સરકારે હવાઈ ભાડાની મર્યાદામાં 13 થી 15 ટકાનો વધારો કર્યો છે. શુક્રવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જારી કરેલા સત્તાવાર આદેશમાં આ વાત કહેવામાં આવી છે. હવાઇ મુસાફરી ભાડામાં આ વધારો 1 જૂનથી અમલમાં આવશે.

આ પણ વાંચો: કઝાકિસ્તાનમાં વિમાન થયું ક્રેશ, 4નાં મોત

કોવિડ -19ને કારણે વિમાન મુસાફરોની સંખ્યામાં ઘટાડો

સરકારને આ કદમ માટે એરલાઈન કંપનીઓની મદદ મળશે. કોવિડ -19 ની બીજી લહેરને કારણે વિમાન મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે તેમની આવક ઓછી થઈ છે.

ઉડાનના સમય પર ભાડું નક્કી કરાયું

દેશમાં હવાઇ ઉડાનના સમયગાળાને આધારે હવાઇ મુસાફરી ભાડાની નીચી અને ઉચ્ચ મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ મર્યાદા ગત વર્ષે બે મહિના ચાલેલા 25 મેના રોજ લોકડાઉનના પ્રારંભમાં નક્કી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ચીનમાં વસતાં ભારતીયોને પરત લાવવા સરકાર સક્રિય, આવતીકાલે વિમાન મોકલી નાગરિકોને પરત લવાશે

નવું ભાડું કેટલું નક્કી થયું છે તે જાણો

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે જારી કરેલા સત્તાવાર આદેશમાં જણાવ્યું છે કે, 40 મિનિટ સુધીની હવાઈ વિમાન માટેની ભાડુ મર્યાદા રૂ. 2,300 થી વધારીને રૂ. 2,600 એટલે કે 13 ટકા કરવામાં આવી છે. તેવી જ રીતે, 40 મિનિટથી 60 મિનિટની ફ્લાઇટ અવધિ માટે, ભાડાની નીચી મર્યાદા હવે રૂ. 2,900 ને બદલે 3,300 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.