હૈદરાબાદઃ બુધવારે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણના 602 નવા કેસીસ નોંધાયા હોવાનું જણાવ્યું છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના એક્ટિવ કેસના કુલ 4,440 કેસીસ નોંધાયા છે.
આરોગ્ય મંત્રાલય અનુસાર સવારે 8 કલાક સુધીનો આ ડેટા છે. જેમાં નવા કેસ કેરળ, પંજાબ અને તમિલનાડુમાં પણ નોંધાયા છે. કોરોના સંક્રમણમાં મૃત્યુ પામેલ દર્દીઓમાં 66 વર્ષીય કેરળના નાગરિકનો સમાવેશ થાય છે. જેમને કોરોના ઉપરાંત લીવરના પણ ગંભીર રોગો હતા. જ્યારે 79 વર્ષીય મહિલા પણ મૃત્યુ પામી છે જેમને કોરોનરી આર્ટરી રોગ હતો.
આખા દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ના કુલ 511 કેસીસ નોંધાયા છે જેમાં કર્ણાટકમાં સૌથી વધુ 199 કેસીસ છે. જ્યારે 148 કેસીસ કેરળમાં નોંધાયા છે. ત્યારબાદ 47 ગોવામાં, 36 ગુજરાતમાં, 32 મહારાષ્ટ્રમાં, 26 તમિલનાડુમાં, 15 દિલ્હીમાં, 4 રાજસ્થાનમાં, 2 તેલંગાણામાં અને 1 ઓડિશા, હરિયાણામાં નોંધાયા છે.
5 ડિસેમ્બર 2023ના દિવસથી કોરોનાના નવા કેસીસનો આંકડો ડબલ ડિજિટમાં નોંધાયા નહતા. જો કે હવે ઠંડીની ઋતુમાં પાછા કોરોનાના કેસીસ વધતા જોવ મળે છે. મહામારીના દિવસોમાં રોજિંદા કેસીસની સંખ્યા લાખોમાં પહોંચી જતી હતી. 2020થી લઈને અત્યાર સુધી કુલ 4.5 કરોડ કોરોનાના કેસીસ નોંધાઈ ચૂક્યા છે જેમાં 5.3 લાખ દર્દીઓના મૃત્યુ દેશભરમાં થયા હતા.
આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારોને કોરોના મુદ્દે અને તેના નવા વેરિઅન્ટ JN.1ના નવા કેસીસ પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું છે.