- દેશમાં કોરોના કેસમાં સતત વધારો
- વિદેશી મિત્ર દેશો કરી રહ્યા છે ભારતને મદદ
- હોંગકોંગ અને UKથી આવ્યા તબીબી ઉપકરણો
દિલ્હી: દેશ કોરોના મહામારીની બીજી વેવ સામે લડી રહ્યું છે. ભારતને અન્ય વિદેશી દેશો મદદ કરી રહ્યા છે, એવામાં હોંગકોંગથી અન્ય તબીબી ઉપકરણો સાથે 300 ઓક્સિજન કોન્સન્ટ્રેટોર્સનો માલ ગુરુવારે રાત્રે ભારત પહોંચ્યો હતો.
આપણે ભેગા મળીને કોરોનાની જંગ જીતીશુ
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે આ પુરવઠો પહેલાથી જ ચાલી રહેલા તમામ પ્રયાસોને આગળ વધારશે. "કામ પર વ્યૂહાત્મક વૈશ્વિક સહકાર. 300 ઓક્સિજન કોન્સન્ટ્રેટોર્સ અને અન્ય તબીબી ઉપકરણો ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં હોંગકોંગથી દિલ્હી આવ્યા છે. આ પુરવઠો આગળ ચાલતા તમામ પ્રયત્નોને આગળ ધપાવશે, જે પહેલાથી જ ચાલુ છે. સાથે મળીને આપણે કરી શકીએ, 'પુરીએ ટ્વીટ કર્યું.
આ પણ વાંચો : દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં નોન કોવિડ સુવિધા શરૂ થાય તેવી શક્યતા
UK આવ્યું ભારતની વ્હારે
આ પહેલા ગુરુવારે, યુનાઇટેડ કિંગડમથી 120 ઓક્સિજન કોન્સન્ટ્રેટોર્સનો બીજો માલ ભારત પહોંચ્યો હતો. તે પહેલાં કોવિડ કેસના વધારા સામેની લડતમાં દેશને મદદ કરવા ઓક્સિજન કોન્સન્ટ્રેટોર્સ, ફેફસાના વેન્ટિલેશન સાધનો, બેડસાઇડ મોનિટર, દવાઓ સાથે રશિયાની બે ફ્લાઇટ્સ પણ ભારતમાં ઉતર્યા હતા.
કોરોના કેસમાં સતત વધારો
ભારતમાં ફરી એકવાર કોવિડ -19ના કેસમાં વધારો થઈ રહ્યો છે જેમાં છેલ્લા 24 કલાકમાં 3,645 મૃત્યુ અને 2,69,507 રીકવરી સાથે 3,79,257 નવા કેસ નોંધાયા છે. ભારતમાં ચેપના કુલ સક્રિય કેસ હવે 30,84,814 પર પહોંચી ગયા છે.COVID-19 ની કુલ સંખ્યા 1,83,76,524 પર પહોંચી ગઈ છે, જ્યારે અત્યાર સુધી 2,04,832 જેટલા લોકો આ રોગનો ભોગ બન્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,50,86,878 લોકો આ રોગથી મુક્ત થયા છે.