ETV Bharat / bharat

બિલ્કીસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ સામેની અરજી પર કોર્ટ કરશે વિચારણા

સર્વોચ્ચ અદાલત બિલ્કીસ બાનોના દોષિતોની મુક્તિને પડકારતી અરજીને સૂચિબદ્ધ કરવા પર વિચાર કરવા સંમત થઈ છે. એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું કે, તેમણે સર્વોચ્ચ અદાલતના આદેશને પડકાર્યો નથી, પરંતુ માત્ર પિટિશન દ્વારા દોષિતોની મુક્તિને પડકારી છે. Bilkis Bano Gang Rape Case, Supreme Court

બિલ્કીસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ સામેની અરજી પર કોર્ટ કરશે વિચારણા
બિલ્કીસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ સામેની અરજી પર કોર્ટ કરશે વિચારણા
author img

By

Published : Aug 23, 2022, 3:06 PM IST

નવી દિલ્હી ગુજરાત સરકાર દ્વારા બિલ્કીસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં (Bilkis Bano Gang Rape Case) 11 દોષિતોની મુક્તિને પડકારતી અરજીની સૂચિ પર વિચારણા કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. ચીફ જસ્ટિસ જસ્ટિસ એન. વી. રમનાની આગેવાની હેઠળની બેન્ચે આ કેસમાં દોષિતોને અપાયેલી માફી અને તેના કારણે તેમની મુક્તિ સામે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને એડવોકેટ અપર્ણા ભટની દલીલોને ધ્યાને લીધી હતી.

આ પણ વાંચો કોણ છે અન્ના મણિ, જેમની યાદમાં ગૂગલે ખાસ બનાવ્યું ડૂડલ

સુપ્રીમ કોર્ટનો આદેશ સાચો છે સિબ્બલે કહ્યું, 'અમે માત્ર મુક્તિને પડકારી રહ્યા છીએ, સુપ્રીમ કોર્ટના આદેશને નહીં. સુપ્રીમ કોર્ટનો આદેશ સાચો છે. અમે તે સિદ્ધાંતોને પડકારી રહ્યા છીએ જેના આધારે છૂટ આપવામાં આવી હતી.' સુપ્રીમ કોર્ટે અગાઉ ગુજરાત સરકારને મુક્તિ માટેની અરજી પર વિચાર કરવા જણાવ્યું હતું. નોંધનીય છે કે, 3 માર્ચ, 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ પર હુમલા અને 59 મુસાફરો, મુખ્યત્વે 'કાર સેવકો'ને સળગાવી દેવાયા બાદ ગુજરાતમાં ફાટી નીકળેલી હિંસા દરમિયાન દાહોદમાં ટોળા દ્વારા 14 લોકોના મોત થયા હતા. બિલ્કીસ બાનોની ત્રણ વર્ષની પુત્રી સાલેહા પણ માર્યા ગયેલા લોકોમાં સામેલ હતી.

11 દોષિતોને જેલમાંથી મુક્ત કરાયા ઘટના સમયે બિલ્કીસ બાનો ગર્ભવતી હતી અને સામૂહિક દુષ્કર્મનો ભોગ બની હતી. આ કેસમાં 11 લોકોને દોષિત ઠેરવીને જેલની સજા ફટકારવામાં આવી હતી. બિલ્કીસ બાનો ગેંગ રેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ 11 દોષિતોને 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે માફી નીતિના ભાગ રૂપે દોષિતોને માફી આપી હતી. જેની વિરોધ પક્ષોએ સખત નિંદા કરી છે.

આ પણ વાંચો બિગ બોસમાં સિદ્ધાર્થ શુક્લાને મિત્ર માનતી સોનાલી ફોગાટનું ગોવામાં નિધન

કોર્ટે ગુજરાત સરકારનેે વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો 21 જાન્યુઆરી, 2008ના રોજ, મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે બિલ્કીસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યા અને સામૂહિક દુષ્કર્મના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્યાનમાં લીધા બાદ આ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે સરકારને 1992ની માફી નીતિ હેઠળ દોષિતોને રાહત આપવાની અરજી પર વિચાર કરવા કહ્યું હતું. આ દોષિતોએ 15 વર્ષથી વધુની જેલની સજા ભોગવી હતી, ત્યારબાદ દોષિતોમાંથી એકે તેમની અકાળે મુક્તિ માટે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો, જેના પર કોર્ટે ગુજરાત સરકારને આ બાબતે વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.