અસમઃ બારપેટા રોડ પોલીસ (jignesh mevani assam police) સ્ટેશનમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Gujarat Mla jignesh mevani)ને આજે બારપેટા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ (jignesh mevani assam Court)માં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મેવાણીને બારપેટા પોલીસને પાંચ દિવસના રિમાન્ડ (jignesh mevani on remand) આપ્યા હતા. બારપેટા પોલીસે 12 દિવસની કસ્ટડી માટે કોર્ટમાં અરજી કરી હતી.
આ પણ વાંચોઃ રાખી સાવંતે 'આદિવાસી આઉટફિટ' પર એવુ તે શુ કહ્યું કે, આદિવાસી મહિલાઓએ FIR નોંધવાની કરી માગ
બીજી તરફ, મેવાણીના એડવોકેટ (Jignesh Mevani Lawyer) અંશુમન બોરાએ તેમની ધરપકડ પર પ્રતિક્રિયા આપી છે. આજે કોર્ટમાં એડવોકેટ બોરાએ જીગ્નેશ મેવાણીની તરફેણમાં દલીલો કરી હતી. એડવોકેટ બોરાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મેવાણી પર થપ્પડ મારવામાં આવેલા નવા કેસ અંગે કોર્ટને જાણ ન કરીને બારપેટા પોલીસે SCના આદેશનું ઉલ્લંઘન કર્યું છે.
આ પણ વાંચોઃ આખરે લાંબી ચર્ચા બાદ પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનો કર્યો ઈન્કાર, આપ્યુ કઈક આવુ નિવેદન