નવી દિલ્હી: રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસના આરોપી પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 12 મે સુધી લંબાવી છે. સિસોદિયાની ન્યાયિક કસ્ટડી આજે એટલે કે ગુરુવારે સમાપ્ત થઈ રહી હતી. આના પર સીબીઆઈએ તેને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા.
-
#WATCH | AAP leader & former Delhi Deputy CM Manish Sisodia brought to Rouse Avenue court at the end of his judicial custody in the excise case being probed by the CBI pic.twitter.com/oh2mw3ofWD
— ANI (@ANI) April 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | AAP leader & former Delhi Deputy CM Manish Sisodia brought to Rouse Avenue court at the end of his judicial custody in the excise case being probed by the CBI pic.twitter.com/oh2mw3ofWD
— ANI (@ANI) April 27, 2023#WATCH | AAP leader & former Delhi Deputy CM Manish Sisodia brought to Rouse Avenue court at the end of his judicial custody in the excise case being probed by the CBI pic.twitter.com/oh2mw3ofWD
— ANI (@ANI) April 27, 2023
કોર્ટમાં શું થઈ દલીલો: કોર્ટમાં હાજરી દરમિયાન સિસોદિયાના વકીલે સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ પૂરક ચાર્જશીટની નકલ મેળવવા કહ્યું. તેના પર સીબીઆઈના વકીલે કહ્યું કે ચાર્જશીટની એક જ નકલ હોવી જોઈએ. તેના પર જજ એમકે નાગપાલે શુક્રવારે કોપી ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ (ASG) SV રાજુએ જામીન ન આપવા માટે પોતાની દલીલો રજૂ કરી હતી. તેના પર કોર્ટે સીબીઆઈ પાસેથી પુરાવા માંગ્યા હતા, જેના પર એજન્સીને વિશ્વાસ છે. આ સાથે આ મામલાની સુનાવણી ગુરુવારે કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Kejriwal Bungalow Controversy: કેજરીવાલના બંગલાને લઈ મચ્યો હંગામો, જાણો શું છે તેમાં ખાસ
સીબીઆઈ જામીન ન આપવાની તરફેણમાં: એડિશનલ સોલિસિટર જનરલ (ASG) SV રાજુએ બુધવારે પોતાની દલીલમાં કહ્યું હતું કે મનીશ સિસોદિયા સાક્ષીઓ પર દબાણ લાવવા માટે સક્ષમ છે. જે દિવસે તેની ધરપકડ કરવામાં આવી હતી તે દિવસે તેણે તેનો ફોન તોડી નાખ્યો હતો. તેના પર કોર્ટે પૂછ્યું, શું તમારી પાસે પુરાવા છે? આના પર એએસજીએ કહ્યું કે આ વાતો તેમણે પોતે કહી છે.
આ પણ વાંચો: Complaint Against PM Modi: કેરળમાં PM મોદી વિરુદ્ધ ફરિયાદ, જાણો શું છે મામલો
ED કેસમાં જામીન પર આવતીકાલે નિર્ણયઃ આ સિવાય 28 એપ્રિલે કોર્ટ ED કેસમાં સિસોદિયાની જામીન અરજી પર ચુકાદો આપી શકે છે. કોર્ટે બુધવારે પોતાનો આદેશ જાહેર કર્યો ન હતો. પૂર્વ ડેપ્યુટી સીએમએ અરજીમાં કહ્યું છે કે તપાસ માટે હવે કસ્ટડીની જરૂર નથી.