ETV Bharat / bharat

મનમોહન સિંહે શરૂ કરેલા આર્થિક સુધારાએ દેશને નવી દિશા બતાવીઃ ગડકરી - NHAI

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ (Union Minister Nitin Gadkari) જણાવ્યું હતું કે, ભારતને એક ઉદાર આર્થિક નીતિની (liberal economic policy) જરૂર છે જેનો ઉદ્દેશ્ય ગરીબોને પણ ફાયદો થાય. તેમણે કહ્યું કે, ઉદાર આર્થિક નીતિ ખેડૂતો અને ગરીબો માટે છે. તેમણે ઉદાર આર્થિક નીતિ દ્વારા દેશના વિકાસમાં ચીનને એક સારું ઉદાહરણ ગણાવ્યું હતું.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી કહ્યું આર્થિક સુધારા માટે દેશ મનમોહન સિંહનો ઋણી છે

author img

By

Published : Nov 9, 2022, 10:41 AM IST

નવી દિલ્હી : રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાન નીતિન ગડકરીએ (Road Transport and Highways Minister Nitin Gadkari) પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની (Former Prime Minister Manmohan Singh) આર્થિક સુધારા દ્વારા દેશને નવી દિશા આપવા બદલ વખાણ કરતા કહ્યું કે, આ માટે દેશ તેમનો ઋણી છે. અહીં આયોજિત 'TIOL એવોર્ડ 2022' સમારોહને સંબોધતા કેન્દ્રીય પ્રધાન ગડકરીએ કહ્યું કે, વર્ષ 1991માં તત્કાલિન નાણાપ્રધાન મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને એક નવી દિશા બતાવી.

કેન્દ્રીય પ્રધાન ગડકરીએ કહ્યું દેશ મનમોહન સિંહનો ઋણી છે : કેન્દ્રીય પ્રધાન ગડકરીએ (Union Minister Nitin Gadkari) પોર્ટલ 'TaxIndiaOnline' દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, ઉદાર અર્થતંત્રને કારણે દેશને નવી દિશા મળી. તેના માટે દેશ મનમોહન સિંહનો ઋણી છે. કેન્દ્રીય પ્રધાન ગડકરીએ મદદનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, મનમોહનની નીતિઓએ નેવુંના દાયકામાં મહારાષ્ટ્રના રસ્તાઓ માટે નાણાં એકત્ર કરવામાં મદદ કરી હતી. તેમણે કહ્યું કે, મનમોહન સિંહ દ્વારા શરૂ કરવામાં આવેલા આર્થિક સુધારાઓને કારણે તેઓ જ્યારે મહારાષ્ટ્રના પ્રધાન હતા ત્યારે આ રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવામાં સક્ષમ હતા.

ઉદાર આર્થિક નીતિ : કેન્દ્રીય પ્રધાન ગડકરીએ (Union Minister Nitin Gadkari) જણાવ્યું હતું કે, ભારતને એક ઉદાર આર્થિક નીતિની જરૂર છે જેનો ઉદ્દેશ્ય ગરીબોને પણ ફાયદો થાય. તેમણે કહ્યું કે, ઉદાર આર્થિક નીતિ (liberal economic policy) ખેડૂતો અને ગરીબો માટે છે. તેમણે ઉદાર આર્થિક નીતિ દ્વારા દેશના વિકાસમાં ચીનને એક સારું ઉદાહરણ ગણાવ્યું હતું. ભારતના સંદર્ભમાં ગડકરીએ કહ્યું કે, દેશને આર્થિક વિકાસને વેગ આપવા માટે વધુ મૂડી રોકાણની જરૂર પડશે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા : તેમના મંત્રાલય દ્વારા દેશભરમાં 26 એક્સપ્રેસ વેના નિર્માણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આમાં તેમને પૈસાની કોઈ અછતનો સામનો કરવો પડ્યો નથી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) પણ હાઈવેના નિર્માણ માટે સામાન્ય માણસ પાસેથી પૈસા વસૂલ કરી રહી છે. ગડકરીના જણાવ્યા અનુસાર NHAIની ટોલ આવક હાલમાં રૂપિયા 40,000 કરોડથી વધીને 2024ના અંત સુધીમાં રૂપિયા 1.40 લાખ કરોડ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.