- 12 માર્ચે કોરોનાના 24,882 નવા પૉઝિટિવ કેસો નોંધાયા
- દેશમાં કુલ કેસોની સંખ્યા વધીને 1,13,33,728 થઈ ગઈ છે
- 12 માર્ચે 8,40,635 લોકોને ટેસ્ટ કરવામાં આવ્યા
આ પણ વાંચો: તારક મહેતા કા ઉલટા ચશ્મા ફેમ સુંદર મામા કોરોના પોઝિટિવ, SVP હોસ્પિટલમાં દાખલ
નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પૉઝિટિવ 24,882 નવા કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને 1,13,33,728 થઈ ગઈ છે. જ્યારે, 140 લોકોના મોત થયા છે. આથી કુલ મૃતાંક સંખ્યા વધીને 1,58,446 થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ જણાવ્યું હતું કે, ગઈકાલ 12 માર્ચ સુધીમાં ભારતમાં કોરોના વાયરસના કુલ 22,58,39,273 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ગઈકાલે 12 માર્ચે 8,40,635 લોકોને ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ, દેશમાં ઍક્ટિવ કેસોની સંખ્યા 2,02,022 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,09,73,260 છે.
આ પણ વાંચો: વધતા કોરોનાના કેસ સંદર્ભે CM રૂપાણી દ્વારા બેઠક યોજવામાં આવી