ETV Bharat / bharat

India Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.72 લાખ કેસ નોંધાયા, 1008 લોકોના મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,72,433 નવા કેસ (India Corona Update) નોંધાયા છે. આ સાથે જ, માહામારીને કારણે 1008 લોકોના મોત થયા છે. ગઈકાલની (બુધવાર) સરખામણીમાં આજે કોરોનાના 6.8 ટકા વધુ કેસ સામે આવ્યા છે.

India Corona Update
India Corona Update
author img

By

Published : Feb 3, 2022, 9:43 AM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (India Corona Update) મહામારીના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,72,433 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત, દેશમાં આજે ગુરૂવારે 1008 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલની (બુધવાર) સરખામણીમાં આજે (ગુરૂવાર) કોરોનાના 6.8 ટકા વધુ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 8934 પોઝિટિવ કેસ નોંધાયા, 34 દર્દીના થયા મૃત્યુ

સક્રિય કેસ ઘટી 15,33,921 થયા

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 15,33,921 થઈ ગઈ છે. આ ઉપરાંત, મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4,98,983 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 2,81,109 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3,97,70,414 લોકો કોરોના મુક્ત થઈ ગયા છે.

કોરોના વાયરસ માટે 15,69,449 સેમ્પલ ટેસ્ટ કરાયા

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું હતું કે, બુધવારે ભારતમાં કોરોના વાયરસ માટે 15,69,449 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ગઈકાલ (બુધવાર) સુધીમાં કુલ 73,41,92,614 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ભારતીય ટીમનાં આઠ ખેલાડીયો થયા કોરોના સંક્રમિત, જાણો કોણ આવ્યું કોરોનાની ઝપેટમાં

દેશમાં અત્યાર સુધીમાં 167 કરોડથી વધુ ડોઝ

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 167 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે (બુધવાર) 55,10,693 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 167 કરોડ 87,93,137 ડોઝ આપવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.