નવી દિલ્હી: ભારતમાં (India Corona Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,71,202 નવા કેસ નોંધાયા છે અને 1,38,331 લોકો સ્વસ્થ થયા છે અને કોરોનાને કારણે 314 લોકોના મોત થયા છે.
દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 15 લાખ 50 હજાર 377 થઈ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Ministry of Health) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા (active cases in country has increased) વધીને 15 લાખ 50 હજાર 377 થઈ ગઈ છે.
જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 86 હજાર 66 થઈ
આ મહામારીના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 86 હજાર 66 થઈ ગઈ છે. માહિતી અનુસાર અત્યાર સુધીમાં 3 કરોડ 50 લાખ 85 હજાર 721 લોકો સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,86,066 લોકોએ જીવ ગુમાવ્યો છે.
અત્યાર સુધીમાં 156 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા
દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 156 કરોડ 76 લાખ 15 હજાર 454 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 6,041 કેસ નોંધાયા
દેશમાં અત્યાર સુધીમાં 7 હજાર 743 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે.
આ પણ વાંચો:
India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 2 લાખથાૃી વધુ,ઓમિક્રોનના 6 હજારથી વધુ
Corona Cases in India : ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો, 1.68 લાખ નવા કેસ નોંધાયા