ETV Bharat / bharat

India Corona Update : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 83 હજારથી વધુ નવા કેસ, 895ના મોત - Covid 19 new cases

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (India Corona Update) 83,876 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ 895 લોકોના મોત થયા છે. જ્યારે 1,99,054 લોકો સાજા થયા છે.

India Corona Update
India Corona Update
author img

By

Published : Feb 7, 2022, 10:28 AM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણની ગતિ (India Corona Update) હવે ધીમી પડી રહી છે. એક મહિના બાદ પ્રથમ વખત કોરોનાના 1 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 83,876 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન, દેશમાં 895 લોકોના મોત થયા છે. જ્યારે 1,99,054 લોકો સાજા પણ થયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 3837 પોઝિટિવ કેસ નોંધાયા, 19 દર્દીના થયા મૃત્યુ

કોરોનાનો પોઝિટિવિટી દર ઘટ્યો

દેશમાં કોરોનાની સકારાત્મકતા દર હવે ઘટીને 7.25 ટકા પર આવી ગયો છે. આ પહેલા રવિવારે કોરોનાના 1,07,474 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે 865 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો: રાજકોટમાં કોરોનાની વચ્ચે તાવ અને ઉધરસના કેસ વધ્યા, એક અઠવાડિયામાં 900 કેસ

દેશમાં કુલ સક્રિય કેસ

કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કુલ સક્રિય દર્દીઓની (Corona positive Cases) સંખ્યા વધીને 11,08,938 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 5,02,874 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક તરફ જ્યાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અત્યાર સુધીમાં 169 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોવિડ-19ના નવા કેસોમાં થયેલા ઘટાડાની વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત બિહાર, બંગાળ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને કેરળમાં આજથી શાળા-કોલેજો ખુલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.