ETV Bharat / bharat

બાળકો માટેની Corona Vaccine ટૂંક જ સમયમાં આવી જશેઃ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન - ભાજપના જન આશીર્વાદ કાર્યક્રમ

બાળકો માટેની કોરોનાની વેક્સિન (Corona Vaccine) અંગે મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandviya) બાળકોની વેક્સિન અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, બાળકો માટે બનાવવામાં આવી રહેલી કોરોનાની રસી (Corona Vaccine) ખૂબ જ ઝડપથી ઉપલબ્ધ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, ઝાયડસ કેડિલા (Zydus Cadila) અને ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા બાળકો માટે બનાવવામાં આવેલી વેક્સિન અંગે શોધના પરિણામ આગલા મહિનામાં આવી જશે.

બાળકો માટેની Corona Vaccine ટૂંક જ સમચમાં આવી જશેઃ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન

author img

By

Published : Aug 20, 2021, 9:24 AM IST

Updated : Aug 20, 2021, 1:29 PM IST

  • કોરોનાના કહેર વચ્ચે બાળકોની રસી અંગે આવ્યા સારા સમાચાર
  • કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandviya) બાળકોની કોરોના રસી અંગે આપી માહિતી
  • કેન્દ્રિય આરોગ્ય પ્રધાન (Union Health Minister) રાજકોટમાં ભાજપના જન આશીર્વાદ કાર્યક્રમમાં આવ્યા તે દરમિયાન આપી માહિતી

અમદાવાદઃ કોરોનાના કહેર વચ્ચે બાળકોની રસી અંગે એક સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandviya) બાળકોની વેક્સિન અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, બાળકો માટે બનાવવામાં આવી રહેલી કોરોનાની રસી ખૂબ જ ઝડપથી ઉપલબ્ધ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, ઝાયડસ કેડિલા (Zydus Cadila) અને ભારત બાયોટેક (Bharat Biotech)દ્વારા બાળકો માટે બનાવવામાં આવેલી વેક્સિન અંગે શોધના પરિણામ આગલા મહિનામાં આવી જશે. કેન્દ્ર સરકાર કોરોના વાઈરસ (Corona Virus) સામે દેશના પ્રત્યેક નાગરિકનું રસીકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો- વલસાડ જિલ્લો હવે કોરોના મુક્ત બનવા તરફ, જિલ્લામાં કોરોનાનો માત્ર 1 કેસ એક્ટિવ

અમારો ઉદ્દેશ દરેક નાગરિકનું કોરોના રસીકરણ કરવાનો છેઃ માંડવિયા

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ભાજપની જન આશીર્વાદ યાત્રામાં સામેલ થવા રાજકોટ પહોંચ્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ દરેક નાગરિકનું કોરોના રસીકરણ કરવાનો છે. ભારત સરકાર પહેલા જ ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેકને બાળકો માટે કોરોનાની રસી બનાવવા માટે અનુસંધાન કરવાની મંજૂરી આપી ચૂકી છે. અમને આશા છે કે, તેમની શોધના પરિણામ આગામી મહિનામાં આવી જશે. મને વિશ્વાસ છે કે, બાળકો માટે રસી ટૂંક જ સમયમાં ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો- રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના ફક્ત 19 કેસ નોંધાયા, 5 કોર્પોરેશન અને 7 જિલ્લા કોરોનાના નવા કેસ, મૃત્યુ એક પણ નહીં

ઝાયડસ-કેડિલા (Zydus Cadila)એ બાળકોની રસીનો ડેટા ઉપલબ્ધ કરાવ્યો

આ પહેલા એઈમ્સ (AIIMS)ના નિદેશક ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, ભારત બાયોટેકની કોવેક્સિન (Covaxin)ના 2થી 18 વર્ષની વચ્ચેના બીજા અને ત્રીજા તબક્કાના પરિક્ષણના આંકડા સપ્ટેમ્બરમાં આવી શકે છે. તો એઈમ્સના(AIIMS) પ્રમુખ ગુલેરિયાએ કહ્યું હતું કે, ઝાયડસ-કેડિલા દ્વારા બનાવવામાં આવેલી બાળકોની રસીનો ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તેમણે બાળકોની રસીને ઈમરજન્સી ઉપયોગ માટે આવેદન કર્યું છે. તેમણે 12-18 વર્ષનું ટ્રાયલ પૂરું કરી લીધું છે અને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માગી છે.

Last Updated : Aug 20, 2021, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.