- કોરોના વાયરસની નવી લહેરે દેશને સંપૂર્ણ જકડી લીધું
- કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યોને પહોંચાડી રહી છે વેક્સિન
- ડ્રોનની મદદથી કોરોનાની વેક્સિનની ડિલીવરી થશે
નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીની નવી લહેરે દેશને સંપૂર્ણ રીતે જકડી લીધું છું. કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યોમાં કોરોનાની વેક્સિનનો જથ્થો પહોંચાડી રહી છે. તેવામાં સરકારે વેક્સિનેશન અભિયાનને ઝડપી બનાવવા માટે એક નવી પરિયોજનાને શરતી મંજૂરી આપી દીધી છે. એટલે હવે ડ્રોનની મદદથી કોરોનાની વેક્સિનની ડિલીવરી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ પોરબંદર ST કર્મચારી સંગઠને 45 વર્ષથી નીચેના સ્ટાફને પણ કોરોના વેક્સિન આપવા માંગ કરી
ડ્રોનથી વેક્સિનની ડિલીવરી ઝડપી બનશે
આ અંગે મળતી માહિતી અનુસાર, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR)સરકારની સામે એક વિચાર રજૂ કર્યો હતો કે કોરોના વેક્સિનની ઝડપી અને યોગ્ય ડિલીવરી માટે ડ્રોન (માનવરહિત નાના વિમાન)નો ઉપયોગ કરવામાં આવી શકે છે. ICMRએ આ માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) કાનપુરની સાથે કામ કરવાની વાત કહી હતી.
આ પણ વાંચોઃ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. તેજસ પટેલની લોકોને વિનંતી, માસ્ક અવશ્ય પહેરો અને ભૂલ્યા વગર વેક્સિન લો
ડ્રોનથી વેક્સિનની ડિલીવરીનો સમયનો બચાવ થશે
આ મામલે ગુરુવારે કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)દ્વારા ICMRને IIT કાનપુરની સાથે આ અંગેની વ્યવહારિકતાના અભ્યાસ માટે શરતી છૂટ આપી છે. હવે જો IIT કાનપુર અને ICMRનો સંયુક્ત વ્યવહારિકતા અભ્યાસ સારો રહશે અને આને કેન્દ્ર સરકાર પસંદ કરશે તો આ પરિયોજનાને મંજૂરી આપવામાં આવી શકે છે. પછી ડ્રોનની મદદથી કોરોનાની વેક્સિનની ડિલીવરીથી સમયનો પણ બચાવ થશે. આ સાથે જ વેક્સિનેશન પણ ઝડપી બનશે.