- દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર ઘટ્યો
- દેશમાં 73 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા
- દેશમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2.95 કરોડ થઈ
હૈદરાબાદઃ દેશમાં કોરોનાની બીજી લહેર શાંત થતી જોવા મળી રહી છે. કારણ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 60,471 કેસ નોંધાયા છે. આ કેસ 73 દિવસ પછી આટલા ઓછા કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 405 પોઝિટિવ કેસ, 06 દર્દીના થયા મૃત્યુ
દેશમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 3 કરોડની નજીક પહોંચી
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર, દેશમાં હવે કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2,95,70,881 થઈ ચૂકી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,726 દર્દીના કોરોનાના કારણે મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક 3,77,031 થયો છે.
આ પણ વાંચોઃ Corona Update : નવસારીમાં સોમવારે 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
દેશમાં કુલ એક્ટિવ કેસ 9.13 લાખ
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસની 39,27,154 વેક્સિન મુકવામાં આવી હતી. આ સાથે દેશભરમાં વેક્સિનેશનનો આંકડો 25,90,44,072એ પહોંચ્યો છે. જોકે, દેશમાં ઝડપથી ચાલતા વેક્સિનેશનના કારણે પણ કોરોનાના કેસ ઘટી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં અત્યારે કોરોનાના કુલ 9,13,378 એક્ટિવ કેસ છે.