ETV Bharat / bharat

રાજ્યમાં 24 કલાકની અંદર કોરોનાના 19 કેસ, એક પણ મૃત્યુ નહીં - corona positive case

છેલ્લા 24 કલાકની અંદર કોરોના પોઝિટિવ કેસ(corona positive case) 7 નવેમ્બરના રોજ 20થી પણ ઓછા કેસો નોંધાયા છે. જ્યારે આજે 17 દર્દીઓએ કોરોનાને માત આપી હતી અને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયુ નથી. જો કે છેલ્લા કેટલાક સમયથી મૃત્યુ દર ઘટ્યો છે. રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

રાજ્યમાં 24 કલાકની અંદર કોરોનાના 19 કેસ
રાજ્યમાં 24 કલાકની અંદર કોરોનાના 19 કેસ
author img

By

Published : Nov 7, 2021, 10:01 PM IST

  • 7 નવેમ્બરના રોજ 17 દર્દીઓને રજા અપાઈ
  • રસીકરણ 18,195 દર્દીઓનું થયું
  • રાજ્યમાં 229 એક્ટિવ કેસો જ્યારે 4 દર્દી વેન્ટિલેટર પર

ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 7 નવેમ્બરના રોજ કોરોનાની યાદી બહાર પાડવામાં આવી હતી એ મુજબ છેલ્લા 24 કલાકમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસો(corona cases in gujarat)ની આ સ્થિતિ નવેમ્બર માસમાં પણ અગાઉના મહિના જેટલી રહી હતી. કોર્પોરેશન વિસ્તારમાં પણ કોરોના કેસો ઘટ્યા છે. અમદાવાદમાં 4 કેસ જ્યારે સુરત કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 તો વડોદરામાં 6 એમ સિંગલ ડિઝિટમાં કેસો નોંધાયા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ સિંગલ ડિઝિટમાં કેસો નોંધાયા હતા.

કોરોનાની વર્તમાન સ્થિતિ
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 229 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 225 કેસો સ્ટેબલ છે જ્યારે વેન્ટિલેટર 4 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ 10,090 દર્દીના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,416 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આજે ફક્ત 18,195 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
રાજ્ય સરકારની યાદી મુજબ આજે 7 નવેમ્બરના રોજ 18,195 વ્યક્તિનું રસીકરણ થયું હતું. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવા તરફ રાજ્ય સરકારનો પ્રયાસ છે ત્યારે આજે 20,000થી ઓછું રસીકરણ થયું છે. રસીકરણ આજના દિવસ બિલકુલ ઓછું થયું હતું, અત્યાર સુધી રાજ્યમાં પહેલા ડોઝ ટાર્ગેટ પ્રમાણેથી વધી ગયા છે ત્યારે બીજા ડોઝ લેનારની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધી 7,15,66,986 કરોડથી વધુ લોકોને રસીકરણના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.