ETV Bharat / bharat

India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,146 નવા કેસ, 144 મૃત્યુ

દેશના (India Corona Update) તમામ રાજ્યોની સરખામણીમાં દક્ષિણી રાજ્ય કેરળમાં (Kerala Corona Update) કોરોનાના મહત્તમ કેસ નોંધાઈ રહ્યા છે. શનિવારે કેરળમાં કોરોના વાઇરસના સંક્રમણના 7,995 નવા કેસ નોંધાયા હતા, જ્યારે પડોશી રાજ્ય કર્ણાટકમાં 264 થી વધુ લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. કેરળમાં નવા કેસો આવ્યા બાદ કુલ કેસ વધીને 48,37,560 થયા છે. છેલ્લા એક દિવસમાં, કોરોનાથી વધુ 57 દર્દીઓ મૃત્યુ પામ્યા, જેના કારણે મૃત્યુઆંક 26,791 પર પહોંચી ગયો છે.

India Corona Update
India Corona Update
author img

By

Published : Oct 17, 2021, 10:20 AM IST

  • છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોના વાયરસના 14,146 નવા કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં 144 લોકો મૃત્યું પામ્યા
  • અત્યાર સુધીમાં 4,52,124 લોકોના મોત થયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાનો (India Corona Update) કહેર ધીરે ધીરે ઘટી રહ્યો છે. રવિવારે એક દિવસમાં સૌથી ઓછા કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય (Health Ministry Of India) અનુસાર, છેલ્લા 24 કલાકમાં 14,146 નવા કોરોના કેસ આવ્યા અને 144 કોરોના સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત 19,788 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. આ એક સપ્તાહમાં બીજી વખત કોરોનાના 15 હજારથી ઓછા કેસ આવ્યા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 40 લાખ 67 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 52 હજાર 124 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 34 લાખ 19 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા 2 લાખથી ઓછી થઈ ગઈ છે. કુલ 1 લાખ 95 હજાર 846 લોકો હજુ પણ કોરોના વાઇરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

  • કોરોનાના કુલ કેસ - 3 કરોડ 40 લાખ 67 હજાર 719
  • કુલ ડિસ્ચાર્જ - 3 કરોડ 34 લાખ 19 હજાર 749
  • કુલ એક્ટિવ કેસ - 1 લાખ 95 હજાર 846
  • કુલ મૃત્યુ- 4 લાખ 52 હજાર 124
  • કુલ રસીકરણ - 97 કરોડ 65 લાખ 89 હજાર ડોઝ
    • COVID19 | India reports 14,146 new cases, 19,788 recoveries & 144 deaths in last 24 hrs, as per Union Health Ministry

      Total cases: 3,40,67,719
      Active cases: 1,95,846
      Total recoveries: 3,34,19,749
      Death toll: 4,52,124

      Total Vaccination: 97,65,89,540 (41,20,772 in last 24hrs) pic.twitter.com/nm2WvYtyI4

      — ANI (@ANI) October 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કેરળમાં સૌથી વધુ 7,995 નવા કોરોના કેસ

શનિવારે કેરળમાં (Kerala Corona Update કોરોના વાઇરસના સંક્રમણના 7,995 નવા કેસ નોંધાયા હતા, જ્યારે પડોશી રાજ્ય કર્ણાટકમાં 264 વધુ લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. કેરળમાં નવા કેસો આવ્યા બાદ કુલ કેસ વધીને 48,37,560 થયા છે. છેલ્લા એક દિવસમાં, કોવિડ -19 થી વધુ 57 દર્દીઓ મૃત્યુ પામ્યા, જેના કારણે મૃત્યુઆંક 26,791 પર પહોંચી ગયો છે.

97 કરોડ રસીના ડોઝ અપાયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 16 ઓક્ટોબર સુધી દેશભરમાં કોરોનાની રસીના 97 કરોડ 65 લાખ 89 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 41.20 લાખ રસીઓ આપવામાં આવી હતી. તે જ સમયે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 59 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા દિવસે લગભગ 9 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેનો પોઝિટિવિટી રેટ 2 ટકાથી ઓછો છે.

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.33 ટકા છે, જ્યારે રિકવરી રેટ 98.08 ટકા છે. સક્રિય કેસ 0.59 ટકા છે. કોરોના એક્ટિવ કેસની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વમાં 10 માં સ્થાને છે. સંક્રમિતોની કુલ સંખ્યાના સંદર્ભમાં ભારત બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ બાદ ભારતમાં સૌથી વધુ મોત થયા છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.