- પરીક્ષાઓ માટે 6700 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે
- પરીક્ષા દરમિયાન કોવિડ -19 ગાઈડલાઈનને અનુસરવા સૂચન અપાયા
- દરેક સેન્ટરમાં આઇસોલેશન રૂમ બનાવવામાં આવી રહ્યો છે
છત્તીસગઢ: માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છે. રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ માટે 6700 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવી રહ્યાં છે. આ તમામ કેન્દ્રોમાં આઇસોલેશન રૂમ બનાવવા, પરીક્ષા દરમિયાન કોવિડ -19ને અનુસરવા સૂચન પણ આપવામાં આવ્યાં છે. આ જવાબદારી કેન્દ્રના પ્રભારીઓએ સંભાળી છે.
આ પણ વાંચો : ભારત સરકાર શેઠ મુજીબુર રહેમાનને વર્ષ 2020નો ગાંધી શાંતિ પુરસ્કાર આપશે
7 લાખ 54 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
છત્તીસગઢ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ સત્રમાં રાજ્યના 6700 પરીક્ષા કેન્દ્રોમાં કુલ 7 લાખ 54 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 4 લાખ 67 હજાર વિદ્યાર્થીઓ ધોરણ 10ની અને 2 લાખ 87 હજાર વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે.
આ નિયમોનું પાલન કરાશે
પરીક્ષામાં કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત રહેશે. પરીક્ષા કેન્દ્રમાં નિરીક્ષકો અને વિદ્યાર્થીઓને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા વિદ્યાર્થીઓને સ્ક્રિનીંગ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં પરીજનોની હાજરી પર પ્રતિબંધ છે.
સંક્રમિત વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં બેસી શકશે: પ્રો. વિજયકુમાર ગોયલ
છત્તીસગઢ બોર્ડના માધ્યમિક શિક્ષણ બોર્ડના સેક્રેટરી પ્રો. વિજયકુમાર ગોયલે જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ભવિષ્યની સમસ્યાઓ જોતા, આઈસોલેશન વૉર્ડ બનાવવાની સૂચના પણ આપવામાં આવી છે. તેમણે સંક્રમિત વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં બેસી શકશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો : પુણેમાં 14 કામદારોને બંધક બનાવાયા, પ્રશાસન દ્વારા સરાહનીય કાર્ય