ETV Bharat / bharat

એમ્બ્યુલન્સમાં તડપતી રહી કોરોના દર્દી, CMOનો રિફરલ લેટર હોવા છતાં પણ ન મળી હોસ્પિટલમાં જગ્યા - PGI હોસ્પિટલ

રાજધાની લખનઉની PGI હોસ્પિટલમાં કોરોનાના દર્દીને દાખલ ન કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દર્દીને પ્રયાગરાજથી PGI રિફર કરાઈ હતી પરંતુ અહીં પહોંચ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ન હતી. ત્યારબાદ પરિવારજનો મહિલાને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને દાખલ કરી હતી.

lucknow
lucknow
author img

By

Published : Mar 31, 2021, 2:18 PM IST

  • કોરોના સંક્રમિત મહિલા ચાર કલાક સુધી એમ્બ્યુલન્સમાં તડપતી રહી
  • અત્યાર સુધીમાં 779 રેલવે કર્મચારીઓ પોઝિટિવ જોવા મળ્યા
  • CMOનો રિફરલ લેટર હોવા છતાં દર્દીને દાખલ ન કરવામાં આવી

લખનઉ: પ્રદેશમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. એવામાં ગંભીર દર્દીઓને સારવાર માટે પાટનગરમાં મોકલવામાં આવે છે. મંગળવારના રોજ KGMU-લોહિયાના કોવિડ હોસ્પિટલમાં જ્યાં સાંજે એક પણ પલંગ ઉપલબ્ધ ન હોય લખનઉની PGI હોસ્પિટલમાં રિફર થઈને પહોંચેલી કોરોનાની દર્દીને દાખલ કરવામાં આવી નહોંતી.

કોરોના સંક્રમિત મહિલા ચાર કલાક સુધી એમ્બ્યુલન્સમાં તડપતી રહી

રાજધાનીના કોવિડ હોસ્પિટલમાં મંગળવારના રોજ કોરોના સંક્રમિત મહિલા ચાર કલાક સુધી એમ્બ્યુલન્સમાં તડપતી રહી હતી. મહિલાને બાઈપેપ અને ઓક્સિજન સપોર્ટ હોવા છતાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, જ્યારે પરિવારજનો પાસે પ્રયાગરાજના CMOનો રિફરલ લેટર પણ હતો. એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ બીજા સિલિન્ડરમાં ઓક્સિજન ઓછું થતાં પરિવારે મહિલાને ઉતાવળમાં ગોમતીનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી.

આ પણ વાંચો: કોરોના મહામારીમાં એક વર્ષ દરમિયાન હોસ્પિટલ તંત્રની સરાહનીય કામગીરી

જાણો શું છે સમગ્ર ઘટના

પ્રયાગરાજ નિવાસી 28 વર્ષીય મહિલાને પ્રયાગરાજની એક હોસ્પિટલમાં એક અઠવાડિયા પહેલા બાળકને જન્મ આપ્યો હતો. હોસ્પિટલમાં જ મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આપ્યો હતો. જેના પર પરિવારજનોએ તેમને સ્થાનિક કોવિડ હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યારે મહિલાને શ્વાસ લેવાની તકલીફ વધવા પર ડૉકટર્સે તેમને PGI રિફર કરી હતી. દર્દીનો પતિ શિવશંકર સિંહ મંગળવારે સવારે લગભગ 11.30 વાગ્યે એમ્બ્યુલન્સ લઈને PGIની રાજધાની કોવિડ હોસ્પિટલ પહોંચ્યો હતો. ડોકટરોને પ્રયાગરાજ CMOનો રિફરલ લેટર આપવામાં આવ્યો હતો, પરંતુ દર્દીને લગભગ ચાર કલાક સુધી દાખલ કરવામાં આવી ન હતી. ત્યારબાદ પરિવારજનોએ મહિલાને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને દાખલ કરી હતી.

આ પણ વાંચો: દેશની સૌથી મોટી કોરોના કેર હોસ્પિટલ બંધ થશે, કેન્દ્ર સરકારનો નિર્ણય

અત્યાર સુધીમાં 779 રેલવે કર્મચારીઓ પોઝિટિવ જોવા મળ્યા

ઉત્તર રેલવેમાં અત્યાર સુધીમાં 779 કર્મચારી પોઝિટિવ જોવા મળ્યા છે, જેમાંથી 653 ઠીક થયાં અને 11 લોકોના મોત થયાં છે. મંગળવારે પણ એક કર્મીનું મોત થયું હતું. અત્યારે ત્યાં 76 સક્રિય કેસ છે. તો બીજી તરફ સુન્ની વકફ બોર્ડના સભ્ય ઇમરાન માબુદ ખાન પણ કોરોના પોઝિટિવ થયાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.