- કોરોનાના એક દિવસમાં 10,853 નવા કેસ
- કુલ કેસોની સંખ્યા 3,43,55,536 પર પહોંચી
- 526 દર્દીઓના મૃત્યુને કારણે મૃત્યુઆંક વધીને 4,60,791 થયો
નવી દિલ્હી: ભારતમાં કોરોનાના એક દિવસમાં 10,853 નવા કેસના આગમન સાથે, કુલ કેસોની સંખ્યા 3,43,55,536 પર પહોંચી ગઈ છે. 526 દર્દીઓના મૃત્યુને કારણે મૃત્યુઆંક વધીને 4,60,791 થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે.
કોરોના વાઈરસના દૈનિક કેસ સતત 30મા દિવસે 20,000થી ઓછા
આરોગ્ય મંત્રાલય (Ministry of Health) ના રવિવારે સવારે 8 વાગ્યા સુધીના અપડેટેડ ડેટા (Updated data) અનુસાર કોરોના વાઈરસના દૈનિક કેસ સતત 30મા દિવસે 20,000થી ઓછા અને સતત 133મા દિવસે 50,000થી ઓછા છે. તો સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 1,44,845 થઈ ગઈ છે, જે 260 દિવસમાં સૌથી ઓછી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો: અહેમદનગર જિલ્લા હોસ્પિટલના ICUમાં આગ, 11 કોરોના દર્દીઓના મોત, 6ની હાલત ગંભીર
અત્યાર સુધીમાં 108.21 કરોડ ડોઝ અપાયા
મંત્રાલયે જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 2,105 કેસનો ઘટાડો નોંધાયો છે. સંક્રમણનો દૈનિક દર 1.18 ટકા નોંધાયો હતો, જે છેલ્લા 34 દિવસથી બે ટકાથી ઓછો છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.28 ટકા નોંધાયો હતો, જે છેલ્લા 44 દિવસથી બે ટકાથી ઓછો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,37,49,900 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.34 ટકા છે. દેશવ્યાપી કોવિડ- 19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 108.21 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Gujarat Corona Update: 24 કલાકમાં 20 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 223 એક્ટિવ કેસ
આ વર્ષે 4 મેના રોજ કોરોના કેસ બે કરોડ અને 23 જૂને ત્રણ કરોડને વટાવી ગયા હતા
ગયા વર્ષે 7 ઓગસ્ટે દેશમાં સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. ત્યારે સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર કરી ગયા હતા. દેશમાં 19 ડિસેમ્બરે આ કેસ એક કરોડને વટાવી ગયા હતા, આ વર્ષે 4 મેના રોજ તે બે કરોડ અને 23 જૂને ત્રણ કરોડને વટાવી ગયા હતા.