- જોધપુરમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો
- જોધપુરના પ્રવાસીઓ પણ પોઝિટિવ આવી રહ્યા
- જોધપુર IITના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી કોરોનાની ઝપેટમાંં આવ્યા
જોધપુર : શહેરમાં આ દિવસોમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. બહારગામથી આવતા મોટાભાગના પ્રવાસીઓ પણ પોઝિટિવ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, ચિંતાની વાત એ છે કે, શહેરની મોટી શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી કોરોનાની ઝપેટમાંં આવ્યા છે. શનિવારે જ, 195 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે જ IIT જોધપુરમાં પણ પોઝિટિવ કેસનો ક્રમ ચાલી રહ્યો છે. આ સાથે જોધપુર IITમાં 11 માર્ચથી કોરોનાના પોઝિટિવ કેસ સતત આવી રહ્યા છે.
આ પણ વાંચો : કોવિડ -19: IIT જોધપુરમાં તબીબી માટે સેનીટાઈઝિંગ મશીન વિકસાવ્યું
IIT જોધપુરને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દીધા
શનિવારે 14 નવા કેસ સામે આવ્યા છે. આમાં એક 4 વર્ષની છોકરીનો સમાવેશ થયો છે. અત્યારસુધીમાં કુલ 70 કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જેમને IITમાં બનાવવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આને કારણે આરોગ્ય વિભાગે IIT જોધપુરને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દીધી છે. અહીં લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જણાવી દેવામાં આવે કે, આ બધા પોઝિટિવ દર્દીઓના સંપર્ક ટ્રેસિંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વિભાગીય કમિશ્નર ડૉ.રાજેશ શર્માએ શનિવારે કેમ્પસની મુલાકાત લીધી
વિભાગીય કમિશ્નર ડૉ.રાજેશ શર્માએ શનિવારે કેમ્પસની મુલાકાત લીધી હતી. ત્યાં કોવિડ-19ની વ્યવસ્થા જોઇ હતી. આ સાથે, વિભાગીય કમિશ્નરે IIT વહીવટીતંત્ર પાસેથી તબીબી વ્યવસ્થાઓ અને કોવિડ-19 પોઝિટિવ વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે બનાવેલા આરોગ્ય પ્રોટોકોલ વિશે માહિતી લીધી હતી. તેમણે રજિસ્ટ્રાર, આરોગ્ય કેન્દ્ર ઇન્ચાર્જ તેમજ વ્યવસ્થા સાથે જોડાયેલા અન્ય લોકો સાથે પણ વાતચીત કરી હતી. આ દરમિયાન ડેપ્યુટી ડિરેક્ટર મેડિકલ હેલ્થ ડોક્ટર સુનિલસિંહ બિષ્ટ પણ ડિવિઝનલ કમિશ્નરની સાથે હતા.