મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના (Corona cases in Maharashtra)ના વધતા જતા કેસોને જોતા બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation)એ ધોરણ 1થી 9 સુધીના વર્ગો બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. આદેશ મુજબ 9મી સુધીના વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ (school closed in mumbai) રહેશે. જો કે 10 અને 12ના વર્ગ ચાલું રહેશે.
રવિવારે દૈનિક કેસોમાં 27 ટકાનો ઉછાળો નોંધાયો
ઉલ્લેખનીય છે કે, રવિવાર સુધી મુંબઈમાં એક્ટિવ કેસ (Corona In Mumbai)ની સંખ્યા 29,819 હતી. રવિવારે દૈનિક કેસોમાં 27 ટકાનો ઉછાળો (Daily cases in Maharashtra) નોંધાયો હતો. મહારાષ્ટ્રમાં રવિવારે કોવિડ-19ના 11,877 નવા કેસ નોંધાયા હતા, જે શનિવારે પુષ્ટિ થયેલા કેસો કરતા 2,707 વધુ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 50 કેસ (Omicron cases in Mahrashtra) પણ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાં પણ 9 દર્દીઓના મોત (Corona death in Maharashtra) થયા છે.
આ પણ વાંચો: Omicron in Uttarakhand :સ્કોટલેન્ડથી પરત ફરેલી છોકરી ઓમિક્રોનથી સંક્રમિત, ઉત્તરાખંડનો પહેલો કેસ
7 જાન્યુઆરી સુધી કલમ-144 લાગુ
સંક્રમણના 11,877 કેસમાંથી 7,792 કેસ મુંબઈમાં મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોરોનાના ગ્રાફમાં ઉછાળાને કારણે શહેરમાં 7 જાન્યુઆરી સુધી કલમ-144 પહેલાથી જ લાગુ છે. મુંબઈ પોલીસે રેસ્ટોરાં, હોટલ, બાર, પબ, રિસોર્ટ અને ક્લબમાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સિવાય કોઈપણ બંધ કે ખુલ્લી જગ્યામાં પાર્ટી કરવા પર પ્રતિબંધ (prohibition on partying in mumbai) મુકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Omicron Cases in India : ભારતમાં કોવિડ-19ના 33,750 નવા કેસ, ઓમિક્રોનના 1700 કેસ નોંધાયા