નવી દિલ્લી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus Active Case) 7,591 નવા કેસ સામે આવ્યા છે. કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 4,44,15,723 થઈ, જ્યારે સારવાર દરમિયાન દર્દીની સંખ્યા 84,931 થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની (central health ministry) તરફથી સોમવારે સવારે 8 વાગ્યા સુધીના આંકડા (Latest Figure of Covid Case in India) અનુસાર, દેશમાં સંક્રમણથી 30 લોકો મૃત્યુ પામ્યા પછી મૃત્યુની કુલ સંખ્યા 5,27,799 થઈ છે.
આ પણ વાંચોઃડાયાબિટીસની દવાથી કોવિડના દર્દીઓને થશે આ લાભ
કુલ રેશિયોઃ દેશમાં કોવિડ-19ના સારવારના દર્દીઓની સંખ્યા 84,931 રહી છે. જે કુલ કેસના 0.19 ટકા છે. દર્દીના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.62 ટકા છે. ડેઈલી (Active Corona Case in India) ઈન્ફેક્શન રેશિયો 4.58 ટકા, વીકલી ઈન્ફેક્શન રેશિયો 2.69 ટકા છે. દેશમાં હજુ સુધી કુલ 4,38,02,993 લોકો ઈન્ફેક્શનમુક્ત થયા છે. કોવિડ-19થી મૃત્યુ દર 1.19 ટકા છે. તેં, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના અંતર્ગત હજુ સુધી કોવિડ-19ના 211.91 કરોડથી વધુ ડોઝ આપ્યા છે.
આ પણ વાંચોઃ રખડતા ઢોર મુદ્દે મનપામાં આકરા પાણીએ, શહેરમાં ગેરકાયદેસર તબેલાઓ દૂર કરાયા
દર્દીઓઃ મહત્વની વાત એ છે કે, દેશમાં તારીખ 7 ઓગસ્ટ 2020માં સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020થી 30 લાખ અને સપ્ટેમ્બર 2020થી 40 લાખથી વધારે થઈ ગઈ હતી. ચેપના કુલ કેસ તારીખ 16 સપ્ટેમ્બર 2020 માં 50 લાખ, તારીખ 28 સપ્ટેમ્બર 2020 માં 60 લાખ, તારીખ 11 ઓક્ટોબર 2020 માં 70 લાખ, તારીખ 29 ઓક્ટોબર 2020 માં 80 લાખ અને તારીખ 20 નવેમ્બરે 90 લાખ થઈ ગયા હતા. દેશમાં 19 ડિસેમ્બર 2020 ના રોજ આવી સ્થિતિમાં 1 કરોડ થી કેસની સંખ્યા હતી. ગયા વર્ષે 4 Mayના રોજ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા બે કરોડ અને 23 જૂન 2021 ત્રણ કરોડને પાર પહોંચી હતી. આ વર્ષે 25 જાન્યુઆરીએ ચેપના કેસો 4 કરોડને પાર થયા હતા.