ETV Bharat / bharat

India Corona Update : ભારતમાં કોરોનાના 22,270 નવા કેસ, 325 દર્દીઓના મોત - Covid-19 in India

ભારતમાં શનિવારે વધુ 22,270 લોકો કોરોના વાયરસથી સંક્રમિત (India Corona Update) જોવા મળ્યા હતા. આથી, મહામારીના કુલ કેસોની સંખ્યા વધીને 4,28,02,505 થઈ ગઈ છે. આ ઉપરાંત, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 2,53,739 થઈ ગઈ છે.

India Corona Update
India Corona Update
author img

By

Published : Feb 19, 2022, 12:03 PM IST

નવી દિલ્હી: ભારતમાં શનિવારે વધુ 22,270 લોકો કોરોના વાયરસથી સંક્રમિત (India Corona Update) મળી આવતા, રોગચાળાના કુલ કેસોની સંખ્યા વધીને 4,28,02,505 થઈ ગઈ છે. આ સાથે જ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 2,53,739 થઈ ગઈ છે.

આ પણ વાંચો : વડોદરામાં કોરોનાકાળ બાદ આજથી આંગણવાડી શાળાઓ શરૂ

દેશમાં મૃત્યુઆંક વધીને 5,11,230 થયો

સવારે 8 વાગ્યા સુધીના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, વધુ 325 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક વધીને 5,11,230 થઈ ગયો છે. સતત 13મા દિવસે કોવિડ-19ના દૈનિક કેસોની સંખ્યા (Corona Cases In India) એક લાખથી ઓછી છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસના 0.59 ટકા છે. કોવિડ-19માંથી રિકવરી રેટ વધીને 98.21 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો : જૂનાગઢ શિવરાત્રી મેળાને સરકાર મંજૂરી આપે તેવી શક્યતા, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત

મૃત્યુદર 1.19 ટકા નોંધાયો

મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 માટે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 38,353 નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. સંક્રમણનો દૈનિક દર 1.80 ટકા હતો, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 2.50 ટકા નોંધાયો હતો. આ મહામારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,20,37,536 થઈ ગઈ છે. મૃત્યુદર 1.19 ટકા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, કોવિડ-19 વિરોધી રસીના 175.03 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.