નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 33,750 નવા કેસ(Omicron Cases India) નોંધાયા છે, જ્યારે કોરોના સંક્રમણને કારણે વધુ 123 લોકોના મૃત્યુ પામ્યા છે. કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના કેસ વધીને 1700 થઈ ગયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે(Union Ministry of Health) સોમવારે આ માહિતી આપી હતી.
ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં
માહિતી અનુસાર, ભારતમાં ઓમિક્રોન સંક્રમણની(Omicron Update India) સંખ્યા 1,700 છે, જેમાંથી 639 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે અથવા અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે. આ કેસ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા હતા. આ સંક્રમણના 510 કેસ સાથે મહારાષ્ટ્ર સૌથી વધુ(Most Omicron cases) અસરગ્રસ્ત રાજ્ય છે, ત્યારબાદ દિલ્હી 351 કેસ સાથે છે. આ પછી કેરળમાં 156, ગુજરાતમાં 136, તમિલનાડુમાં 121 અને રાજસ્થાનમાં 120 કેસ નોંધાયા છે.
ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 33,750 નવા કેસ
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 33,750 નવા કેસ(Covid 19 New Cases) સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની(Corona Cases in India) સંખ્યા વધીને 3,49,22,882 થઈ ગઈ છે. વધુ 123 સંક્રમિતોના મૃત્યુ બાદ મૃત્યુઆંક વધીને 4,81,893 થયો છે. તેમજ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 1,45,582 થઈ ગઈ છે, જે સંક્રમણના કુલ કેસના 0.42 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 22,781નો વધારો નોંધાયો છે.
ભારતમાં કોવિડ 19 સાજા થવાનો દર
ડેટા અનુસાર, દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર(Covid 19 Recovery Rate in India) 98.20 ટકા છે. સંક્રમણનો દૈનિક દર 3.84 ટકા હતો અને સાપ્તાહિક દર 1.68 ટકા હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,42,95,407 લોકો સંક્રમણ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.38 ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન(Vaccination Campaign in India) હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 145.68 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Covid Omicron Variant: ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ, દેશભરમાં કુલ 1,525 કેસ
આ પણ વાંચોઃ Covid 19 Vaccination: 15થી 18 વય જૂથનું રસીકરણ આજથી થશે શરૂ, સાત લાખ બાળકોનું થયું રજીસ્ટ્રેશન