નવી દિલ્હીઃ ભારતમાં કોરોના (Corona In India) વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા કેસો સામે આવ્યા છે, જે ભયાનક છે. દેશમાં એક દિવસમાં 1,17,100 નવા કેસ નોંધાયા છે. જેની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 3,52,26,386 થઈ ગઈ છે.
ભારતમાં ઓમિક્રોનના કેસ વધ્યા
ભારતમાં ઓમિક્રોનના કેસ (omicron cases in india) પણ વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનના 3,007 કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Ministry of Health) દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના (Maharashtra & Delhi Highest Number of Omicron Cassettes) સૌથી વધુ 876 અને 465 કેસ છે. ઓમિક્રોનના 3,007 દર્દીઓમાંથી 1,199 દર્દીઓને રજા આપવામાં આવી છે.
કોવિડ -19 સંક્રમણના કારણે એક દિવસમાં 302 લોકોનાં મોત
કોવિડ -19 સંક્રમણના કારણે એક દિવસમાં 302 લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 4,83,178 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 3,71,363 થઈ ગઈ છે.
આસ્થ થયેલા લોકોની સંખ્યા વધી
કોવિડ -19 સંક્રમણના કારણે છેલ્લા 24 કલાકમાં 30,836 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે, ત્યારબાદ સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 3,43,71,845 થઈ ગઈ છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર ગુરુવારે ભારતમાં કોરોના વાયરસ માટે 15,13,377 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ ગુરુવાર સુધીમાં કુલ 68,68,19,128 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 90,000 ને પાર, ઓમિક્રોનના 2,630 કેસ
Gujarat Corona Update: આજે રાજ્યમાં 4213 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં...