- જમ્મુ- કાશ્મીરના શ્રીનગરની હદમાં સર્ચ ઓપરેશન ચાલુ છે
- ગુલાબ બાગ ખાતે મંગળવારથી ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
- સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની શંકા
શ્રીનગર: જમ્મુ- કાશ્મીરના શ્રીનગરની હદમાં ગુલાબ બાગ ખાતે મંગળવારથી ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની શંકા છે.
સેનાએ ઘણા આતંકીઓને ઘેરી લીધા છે
મળતી માહિતી મુજબ સેનાએ ઘણા આતંકીઓને ઘેરી લીધા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળોએ ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (TRF)ના આતંકવાદીની ધરપકડ કરી છે.
3 એપ્રિલે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મુકાબલો થયો હતો
શોપિયાંમાં થોડા દિવસો પહેલા એન્કાઉન્ટર થયું હતું, ત્યારે જમ્મુ- કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શનિવારે (3 એપ્રિલ)એ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથળામણ થઈ હતી.
આ પણ વાંચો : લાહૌલ-સ્પીતી, રોહતાંગ પાસ પર બરફ વર્ષા થઇ
ચૂર કી ગલીના જંગલવાળા વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની બાતમી પર, સુરક્ષા દળોએ શોપિયાંનાં હેરપોરામાં ચૂર કી ગલીના જંગલવાળા વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ પણ વાંચો : સોપોર હુમલામાં લશ્કરના આતંકી શામેલ હોવાના સંકેત: પોલીસ
ફાયરીંગ થતા સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું
વધુમાં તેમણે જણાવ્યું કે, આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી હતી. જે બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. સૈન્યએ ખીણમાંથી આતંકવાદને નાબૂદ કરવાનું મન બનાવી લીધું છે.
- જમ્મુ કાશ્મીર અથડામણના અન્ય સમાચાર
17-જુલાઇઃ જમ્મુ-કાશ્મીરઃ અથડામણમાં 3 આતંકી ઠાર, 3 જવાન ઇજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ છે. જે દરમિયાન 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે, તો ત્રણ જવાન ઇજાગ્રસ્ત થવાની માહિતી મળી છે. કાશ્મીર ઝોન પોલીસે આ વિશે જાણકારી આપી હતી.
19- જુલાઇઃ જમ્મુ-કાશ્મીરઃ બે જગ્યાએ થયેલી અથડામણમાં 8 આતંકી ઠાર
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જિલ્લાના પમ્પોરમાં સુરક્ષાબળોની સાથે થયેલી અથડામણમાં ત્રણ આતંકી ઠાર માર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું કે, સુરક્ષાબળોએ મસ્જિદમાં છુપાયેલા આતંકીઓને પણ માર્યા છે.