ETV Bharat / bharat

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન - પેટ્રોલ ડીઝલની વધતી કિંમત

કોરોના મહામારી (corona pandemic) વચ્ચે પેટ્રોલ અને ડીઝલના (petrol and diesel)આસામાને ચઢેલા ભાવોના કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયાને પાર કરી ગઈ છે. આ દરમિયાન, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થયેલા વધારા સામે કોંગ્રેસ 11 જૂને દેશભરના પેટ્રોલ પમ્પ સામે દેશવ્યાપી પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરશે.

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન

author img

By

Published : Jun 9, 2021, 11:15 AM IST

  • 11 જૂન (શુક્રવારે) દેશભરના પેટ્રોલ પમ્પ સામે દેશવ્યાપી પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરશે
  • દેશના ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાને પણ પાર કરી ગયો
  • 4 મેથી વાહનના બળતણના ભાવમાં 20 ગણો વધારો થયો છે

ન્યુ દિલ્હી: દેશમાં ડીઝલ અને પેટ્રોલની કિંમત આસમાને છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાને પણ પાર કરી ગયો છે. તે જ સમયે, પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ ભાવમાં વધારો કરી રહી છે. આ વધતા ભાવોની અસરથી સામાન્ય લોકો પરેશાન છે. ત્યા કોંગ્રેસ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા(Petrol and diesel prices hiked) સામે 11 જૂન (શુક્રવારે) દેશભરના પેટ્રોલ પમ્પ સામે દેશવ્યાપી પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરશે.

આ પણ વાંચોઃ સતત ચોથા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો

ઘણા રાજ્યોમાં અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારા માટે કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે, 'કર વસૂલવાની મહામારીની લહેર' સતત આવી રહ્યી છે. આ અંગે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ ટ્વીટ કર્યું હતું કે, ઘણા રાજ્યોમાં અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. પેટ્રોલ પમ્પ પર બિલ ભરતી વખતે તમને મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી મોંઘવારીમાં વિકાસ દેખાશે. કર વસૂલવાની મહામારીની લહેર સતત આવી રહ્યી છે.

છેલ્લા 13 મહિનામાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો

પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, 'ભયાનક જનલૂટ - છેલ્લાં 13 મહિનામાં પેટ્રોલનો ભાવ રૂપિયા 25.72, ડીઝલ પ્રતિ લિટર રૂપિયા 23.93 મોઘું થયું! ઘણા રાજ્યોમાં 100 રૂપિયે પ્રતિ લીટરને પાર કરી ગયું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે,પેટ્રોલ અને ડીઝલના રેકોર્ડ તોડ વધારા માટે ક્રૂડ ઓઇલની કિંમત નહીં, પરંતુ મોદી સરકારે વધારેલા ટેક્સ જવાબદાર છે.

ડીઝલ પ્રથમ વખત લિટર દીઠ 86 રૂપિયાને પાર કરી ગયું છે

નોંધપાત્ર વાત એ છે કે, રવિવારે વાહનના બળતણના ભાવમાં ફરી વધારો થયો છે. આના કારણે પાટનગર દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 95 રૂપિયાને પાર કરી ગયો છે. તે જ સમયે, ડીઝલ પ્રથમ વખત લિટર દીઠ 86 રૂપિયાને પાર કરી ગયું છે. 4 મેથી વાહનના બળતણના ભાવમાં 20 ગણો વધારો થયો છે. આના કારણે હવે દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ ઐતિહાસિક ઉંચાઈએ પહોંચી ગયું છે.

પેટ્રોલ, ડીઝલ, રસોઈ ગેસ સહિતની વસ્તુઓમાં આડેધડ ભાવ વધારો

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ દોટાસરાએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકારની ખોટી નીતિઓના કારણે આખા દેશમાં મોંઘવારી બેકાબૂ બની ગઇ છે અને પેટ્રોલ, ડીઝલ, રસોઈ ગેસ સહિતની તમામ આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં આડેધડ વધારો થઇ રહ્યો છે.

તમામ જિલ્લાઓમાં પેટ્રોલ પમ્પ સામે વિરોધ પ્રદર્શન કરાશે

તેમણે કહ્યું કે, વધતી મોંઘવારી વિરુદ્ધ 11મી જૂને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજ્યના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ પમ્પ સામે વિરોધ પ્રદર્શન કરશે. ત્યાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારા માટે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને જવાબદાર ગણાવ્યા છે.

તાજેતરના દિવસોમાં પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થયો છે

પ્રધાને સ્વીકાર્યું છે કે, તાજેતરના દિવસોમાં પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, પેટ્રોલ, ડીઝલને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની કક્ષામાં લાવવા અંગેનો કોઈપણ નિર્ણય જીએસટી કાઉન્સિલે લેવો પડશે. એવું માનવામાં આવે છે કે, પેટ્રોલ, ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાથી તેમના ભાવો નીચે આવી શકે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમત 70 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે

તેમણે કહ્યું કે, પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારા પાછળનું મુખ્ય કારણ એ છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમત 70 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આના કારણે ઘરેલુ બજારમાં પણ કિંમતોમાં વધારો થયો હતો, જેની ગ્રાહકો પર નકારાત્મક અસર પડી છે. ભારત પોતાની કુલ જરૂરિયાતના 80 ટકા તેલની આયાત કરે છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો, અમદાવાદવાસીઓની પ્રતિક્રિયા

પેટ્રોલ અને ડીઝલના ભાવ વૈશ્વિક બજારોને અનુસરે છે

તેમણે કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વૈશ્વિક બજારોને અનુસરે છે. આ ક્ષેત્રના પ્રભારી હોવાના કારણે મારું માનવું છે કે, ઇંધણને જીએસટીના દાયરામાં લાવવું જોઈએ, પરંતુ આ કામ ત્યારે જ થશે, જ્યારે જીએસટી કાઉન્સિલના સભ્યો વચ્ચે કોઈ કરાર થશે. આ અંગેનો કોઈપણ નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા સામૂહિક રીતે લઈ શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.