ETV Bharat / bharat

કોંગ્રેસે 12 મહાસચિવ અને 12 પ્રભારી નિયુક્ત કર્યા, ભરતસિંહ સોલંકીને જમ્મુ અને કાશ્મીરની જવાબદારી સોંપાઈ - 2024 POLLS SACHIN PILOT GETS NEW ROLE

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે તેમની ટીમમાં મોટો ફેરફાર કર્યો અને 12 મહાસચિવ અને 12 રાજ્ય પ્રભારીઓની નિમણૂક કરી હતી. પ્રિયંકા ગાંધી વાડ્રાના સ્થાને અવિનાશ પાંડેને યુપી અને સચિન પાયલટને છત્તીસગઢની જવાબદારી સોંપવામાં આવી છે. Congress President Mallikarjun Kharge

CONGRESS UNDERGOES RESHUFFLE AHEAD OF 2024 POLLS SACHIN PILOT GETS NEW ROLE

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 23, 2023, 8:21 PM IST

Updated : Dec 24, 2023, 7:03 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે તેમની ટીમમાં મોટો ફેરફાર કર્યો અને 12 મહાસચિવ અને 12 રાજ્ય પ્રભારીની નિમણૂક કરી. પાર્ટીના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. આમાં સૌથી અગ્રણી નામ પ્રિયંકા ગાંધી વાડ્રાનું છે, જેમને મહાસચિવ તરીકે જાળવી રાખવામાં આવ્યા છે પરંતુ હાલમાં તેમને કોઈ રાજ્યનો હવાલો કે અન્ય કોઈ જવાબદારી આપવામાં આવી નથી. તે છેલ્લા પાંચ વર્ષથી ઉત્તર પ્રદેશના પ્રભારીની ભૂમિકા નિભાવી રહી હતી.

  • Congress leader Priyanka Gandhi Vadra has been relieved from the post of AICC in-charge of UP Congress. Sachin Pilot appointed as in-charge of Chhattisgarh Congress. Ramesh Chennithala appointed as AICC in-charge of Maharashtra. pic.twitter.com/rbmHumcBEa

    — ANI (@ANI) December 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અજય માકન પાર્ટીના કોષાધ્યક્ષની ભૂમિકા નિભાવશે: પ્રિયંકા ગાંધીના સ્થાને પાર્ટીના મહાસચિવ અવિનાશ પાંડેને ઉત્તર પ્રદેશના નવા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વેણુગોપાલ સંગઠન મહાસચિવ રહેશે અને મહાસચિવ જયરામ રમેશ પણ પક્ષના સંચાર વિભાગના પ્રભારી તરીકે ચાલુ રહેશે. અજય માકન પાર્ટીના કોષાધ્યક્ષની ભૂમિકા નિભાવશે. તેમની સાથે બે નેતાઓ મિલિંદ દેવરા અને વિજય ઈન્દર સિંઘલાને સંયુક્ત ખજાનચીની જવાબદારી સોંપવામાં આવી છે.

સચિન પાયલટને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા: રણદીપ સિંહ સુરજેવાલા પાસેથી મધ્યપ્રદેશનો હવાલો પાછો લઈ લેવામાં આવ્યો છે અને હવે તેઓ કર્ણાટકના જ પ્રભારી રહેશે. તેમના સ્થાને જિતેન્દ્ર સિંહને મધ્યપ્રદેશના પ્રભારીની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. સિંહ પહેલેથી જ આસામના પ્રભારીની ભૂમિકા ભજવી રહ્યા છે. રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે અને મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહાસચિવ કુમારી સેલજાને છત્તીસગઢમાંથી હટાવીને ઉત્તરાખંડના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. સુખજિંદર સિંહ રંધાવા રાજસ્થાનના પ્રભારી રહેશે.

  1. ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક સાત કલાક સુધી ચાલી, ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા
  2. હીરાની ચમક મુંબઈમાં જ રહેશે, ગુજરાતમાં શિફ્ટ નહિ થાય મુંબઈનો હીરા ઉદ્યોગ - દેવેન્દ્ર ફડણવીસ

Last Updated : Dec 24, 2023, 7:03 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.