ETV Bharat / bharat

Karnataka Assembly Elections 2023: વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ 42 ઉમેદવારોની જાહેરાત કરી

author img

By

Published : Apr 6, 2023, 12:54 PM IST

કોંગ્રેસે ગુરુવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 42 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. કોંગ્રેસે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

Karnataka Assembly Elections 2023: વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ 42 ઉમેદવારોની જાહેરાત કરી
Karnataka Assembly Elections 2023: વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ 42 ઉમેદવારોની જાહેરાત કરી

નવી દિલ્હી: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી 2023ની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસે ગુરુવારે વધુ 42 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ પહેલા કોંગ્રેસે 124 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

Congress releases second list of 42 candidates for Karnataka Assembly elections
વધુ 42 ઉમેદવારોની યાદી

વિધાનસભા ચૂંટણી 2023ની તૈયારીઓ જોરશોરથી શરૂ: કોંગ્રેસે ગુરુવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 42 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર કિત્તુરથી બાલાસાહેબ પાટીલ, બદામીથી ભીમસેન ચિમન્નકટ્ટી, અફઝલપુરથી એમવાય પાટીલ, ગુલબર્ગ દક્ષિણથી અલ્લામ્માપ્રભુ પાટીલ, ગંગાવતીથી ઈકબાલ અન્સારીને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીના ઉમેદવારોની બીજી યાદીમાં 42 નામ છે, જોકે મેલુકોટ વિધાનસભા સીટ સર્વોદય કર્ણાટક પાર્ટીના દર્શન પુટ્ટનૈયા માટે છોડી દેવામાં આવી છે.

Bjp Foundation day 2023: જનસંઘથી ભાજપ સુધી ભગવાની સફર, 72 વર્ષમાં 3 થી 303 સાંસદો સુધી પહોંચી વિશ્વની સૌથી મોટી પાર્ટી

બુધવારે મળેલી બેઠકમાં ઉમેદવારોની બીજી યાદીને મંજૂરી: કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બુધવારે મળેલી બેઠકમાં ઉમેદવારોની બીજી યાદીને મંજૂરી આપવામાં આવી હતી. કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 24 માર્ચે 124 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને વરુણા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કર્ણાટકની તમામ 224 વિધાનસભા બેઠકો માટે 10 મેના રોજ મતદાન થશે અને મતગણતરી 13 મેના રોજ થશે.

Karnataka Assembly Election: કર્ણાટકમાં ભ્રષ્ટાચારના મુદ્દા ભાજપને કરે છે પરેશાન

પૂર્વ સીએમ સિદ્ધારમૈયા વરુણા સીટ પરથી ચૂંટણી લડશે: આ પહેલા 25 માર્ચે કોંગ્રેસે 124 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં પૂર્વ સીએમ સિદ્ધારમૈયા વરુણા સીટ પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચા હતી. આ યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર કનકપુરાથી ચૂંટણી લડશે. આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંકનું નામ પણ આ યાદીમાં હતું. તેઓ ચિતાપુરથી ચૂંટણી લડવાના છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.