ETV Bharat / bharat

કોંગ્રેસ દરેક રાજ્યની રાજધાનીમાં અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ કરશે આંદોલન - અગ્નિપથ યોજનાનો વિરોધ

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અલકા લાંબા (Congress national spokesperson Alka Lamba on Visit to Gujarat) આજે (રવિવારે) ગુજરાતના પ્રવાસે હતા. અગ્નિપથ યોજના (Agnipath Scheme) વિશે તેમને જણાવ્યું હતું કે, આજે (રવિવારે) 20 રાજ્યોમાં કોંગ્રેસના નેતાઓ અને પ્રવક્તાઓ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. 27 જુને કોંગ્રેસ દરેક રાજ્યની રાજધાનીમાં અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ (Agnipath scheme Protest) આંદોલન કરશે. અગ્નિપથ યોજના દેશની સુરક્ષા સાથે રમત છે. કેન્દ્ર સરકારે તેને પાછી ખેંચવી જ પડશે.

27 જુને કોંગ્રેસ દરેક રાજ્યની રાજધાનીમાં અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ આંદોલન કરશે

author img

By

Published : Jun 26, 2022, 5:37 PM IST

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અલકા લાંબા (Congress national spokesperson Alka Lamba on Visit to Gujarat) આજે (રવિવારે) ગુજરાતના પ્રવાસે હતા. અગ્નિપથ યોજના (Agnipath Scheme) વિશે તેમને જણાવ્યું હતું કે, આજ 20 રાજ્યોમાં કોંગ્રેસના નેતાઓ અને પ્રવક્તાઓ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. 27 જુને કોંગ્રેસ દરેક રાજ્યની રાજધાનીમાં અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ (Agnipath scheme Protest) આંદોલન કરશે. અગ્નિપથ યોજના દેશની સુરક્ષા સાથે રમત છે. કેન્દ્ર સરકારે તેને પાછી ખેંચવી જ પડશે.

27 જુને કોંગ્રેસ દરેક રાજ્યની રાજધાનીમાં અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ આંદોલન કરશે

આ પણ વાંચો: અગ્નિપથ સ્કીમને મોકૂફ રાખી દેશને કહો તમારી ચિંતા છે : વડાપ્રધાનને વાઘેલાની અપીલ

સરકારની નિષ્ફળ યોજનાઓ : અલકા લાંબાએ જણાવ્યું હતું કે, સરકાર વન રેન્ક વન પેન્શન લાવવાની વાત કરતી હતી. તેની જગ્યાએ સેનામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ દાખલ કરી દીધી. કૃષિ કાયદા પાછા ખેંચતા એક વર્ષ લગાડયા અને 700 ખેડુતોનો જીવ ગયો હતો. નોટબંધી પણ નિષ્ફળ નિવડી ના તેનાથી આતંકવાદ ગયો ન કાળું ધન ઓછું થયું. લોકડાઉનથી હજારો મજૂરો હેરાન થયા અને કેટલાય મૃત્યુ પામ્યા. એક દેશ એક કરની વાત કરીને જીએસટી લાવ્યા, પરંતુ આજે વેપારીઓ તેની માયાજાળમાં ફસાઈ ગયા છે.

કોંગ્રેસના ઉચ્ચ સ્તરના નેતાઓએ લખ્યો પત્ર : સેનામાં યુવાઓને ભરતી કરવા 29 માર્ચે પ્રિયંકા ગાંધીએ રક્ષાપ્રધાનને પત્ર લખ્યો હતો, પરંતુ સેનામાં ભરતીની જગ્યાએ સરકારે અગ્નિપથ સ્કીમ આપી. દેશમાં આટલો વિરોધ થયો છતાં વડાપ્રધાન એક પણ શબ્દ બોલ્યા નથી. પરંતુ કોંગ્રેસ ચૂપ નહીં રહે. ભારતને સરહદેથી ચીન પડકાર ફેંકી રહ્યું છે. ત્યારે અગ્નિપથ સ્કીમનું પગલું ઘાતક સાબિત થઈ શકે છે. દેશની રક્ષા માટે પાર્લામેન્ટ કમિટીની બેઠક બોલાવવી જોઈએ. કોંગ્રેસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે.

કેન્દ્ર સરકારે સંરક્ષણ બજેટ ઘટાડયુ છે : અલકા લાંબાએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ અગ્નિપથ વિરુધ્ધ દેખાવ કરનારા યુવાઓને અરાજકતાવાદી અને આતંકવાદી કરી રહ્યા છે. 6 મહિના વીતી ચૂક્યા હોવા છતાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની ભરતી થઈ નથી. સૌથી મોટો ડર એ છે કે, 4 વર્ષની ટ્રેનિંગ બાદ હથિયારોનું લાયસન્સ યુવાઓ પાસે હશે અને નોકરી નહીં હોય. તો શું તેઓ અવળા રસ્તે નહીં જાય ? સરહદ પર મુશ્કેલીઓ વધી હોવા છતાં કેન્દ્ર સરકારે સંરક્ષણ બજેટ ઘટાડયુ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના 62 લાખ સરકારી પદ ખાલી છે. તેમાંથી અઢી લાખ જેટલા પદ ભારતીય સેનામાં ખાલી છે. ત્યારે સરકાર ફક્ત દસ લાખ નોકરીઓની જાહેરાત કરવાની વાતો કરી રહી છે.

આ પણ વાંચો: અગ્નિપથ પર PILની સૂચિ પર નિર્ણય લેશે CJI : સુપ્રીમ કોર્ટ

જગદીશ ઠાકોર કહ્યું સરકાર યુવાઓ માટે વ્યવસ્થા કરે : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સેનામાં જ્યારે ભરતી થાય છે, ત્યાં રહેવાની વ્યવસ્થા હોતી નથી. પાટણની ભરતીમાં 49 હજાર યુવાનોમાંથી ફક્ત 07 હજાર યુવાનો ફિઝિકલી ફિટ જાહેર થયા હતા. સરકારે હજારો કરોડોના તાયફા કરવાની જગ્યાએ યુવાઓને સશકત બનાવવાના પ્રયત્ન કરવા જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.