ETV Bharat / bharat

કોંગ્રેસના પૂર્વ પ્રધાને ચલણી નોટમાંથી ગાંધીનો ફોટો હટાવવા કરી માંગ, જાણો કેમ...

રાજસ્થાનના સાંગોદથી કોંગ્રેસના ધારાસભ્ય ભરતસિંહે(MLA Bharat Singh) વડાપ્રધાનને સૂચન કર્યું છે કે, 500 અને 2000 ની નોટમાંથી ગાંધીજી (Mahatma Gandhi)નું ચિત્ર હટાવીને માત્ર તેમના ચશ્માનો ફોટો વાપરવો જોઈએ અથવા અશોક ચક્રનો ફોટો લગાવવો જોઈએ.

REMOVE GANDHI IMAGE FROM RS 2000 NOTE
કોંગ્રેસના પૂર્વ પ્રધાને ચલણી નોટમાંથી ગાંધીનો ફોટો હટાવવા કરી માંગ
author img

By

Published : Oct 7, 2021, 7:42 PM IST

  • નોટમાંથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવવાની માંગ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કરવામાં આવી માંગ
  • આદરને બદલે ગાંધીજીનું અપમાન થાય છે : ભરતસિંહ

કોટા, રાજસ્થાન : સાંગોદ કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન ભરતસિંહે (MLA Bharat Singh) નોટમાંથી મહાત્મા ગાંધી(Mahatma Gandhi)નો ફોટો હટાવવાની માંગ કરી છે. ભરતસિંહે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, મહાત્મા ગાંધી સત્યના પ્રતીક છે. ભારતીય રિઝર્વ બેંક(Reserve Bank of India)ની 500 અને 2000 ની નોટો પર ગાંધીજીનું ચિત્ર છે. આનો ઉપયોગ લાંચના વ્યવહારોમાં થાય છે.

ગાંધીજીનું ચિત્ર હટાવી ચશ્માનો ફોટો વાપરવો

તેમણે વડાપ્રધાનને સૂચન કર્યું હતું કે, 500 અને 2000ની નોટમાંથી ગાંધીજીનું ચિત્ર હટાવીને માત્ર તેમના ચશ્માનો ફોટો વાપરવો જોઈએ અથવા અશોક ચક્રનો ફોટો લગાવવો જોઈએ.

ચિત્ર માત્ર નાની નોટો પર છાપવું જોઈએ

ભરતસિંહે લખ્યું હતું કે, 5, 10, 20, 50, 100 અને 200 ની નોટો પર ગાંધીજીની તસવીર છાપવી જોઈએ, આ નોટો ગરીબો માટે ઉપયોગી છે. ગાંધીજીની તસવીર ધરાવતી મોટી 500 અને 2000 ની ચલણી નોટોનો દારૂની પાર્ટીઓ, બાર અને અન્ય પાર્ટીઓમાં નાચતા લોકો પર ફેંકીને દુરુપયોગ કરવામાં આવે છે.

આદરને બદલે અપમાન

ભરતસિંહે લખ્યું કે, 75 વર્ષમાં દેશ અને સમાજમાં વ્યાપક ભ્રષ્ટાચાર ફેલાયો છે. ભ્રષ્ટાચાર રોકવા માટે રાજસ્થાનમાં ACB વિભાગ છે, જે પોતાનું કામ કરી રહ્યું છે. જાન્યુઆરી 2019 થી 31 ડિસેમ્બર, 2020 સુધી રાજસ્થાનમાં 616 ટ્રેપ કેસ નોંધાયા હતા. એટલે કે દરરોજ સરેરાશ 2 કેસ ટ્રેપ કરવામાં આવ્યા છે. ટ્રેપિંગમાં લાંચની રકમ 500 અને 2000 ની નોટોના રોકડમાં વપરાય છે. તેમની ઉપર ગાંધીજીનું ચિત્ર છે. આ રીતે આદરને બદલે ગાંધીજીનું અપમાન થાય છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.