- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે
- રાહુલ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર પહોચ્યા
- કેરળ વિધાનસભાની ચૂંટણીના કારણે રાહુલ ગાંધીનો પ્રવાસ મહત્ત્વનો
તિરુવનંતપુરમઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કેરળના પ્રવાસે છે. આજે તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં ટ્રેક્ટર રેલી યોજશે. આ સાથે જ કેરળમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર કરશે. રાહુલ ગાંધીનો આ પ્રવાસ ખૂબ મહત્ત્વનો ગણવામાં આવે છે. રાહુલ ગાંધી કાલીકટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પહોંચી ગયા છે.
રાહુલ ગાંધીના પ્રવાસનો કાર્યક્રમ
- 9.15 વાગ્યે- પૂઠાડી ગ્રામ પંચાયત કુડુમ્બશ્રી સંગમમાં ઉદ્ઘાટન કરશે. આ સાથે જ ઈન્ફેન્ટ જિસસ સ્કૂલ કેનચિરા વાયનાડની વિદ્યા વાહિની બસ વિતરણનું પણ ઉદ્ઘાટન કરશે.
- 10.45 વાગ્યે સેન્ટ જોસેફ સ્કૂલ મેપ્પાડી વાયનાડમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે.
- 11.45 વાગ્યે વાયનાડના માંડલથી મુત્તિલ બસ સ્ટોપ સુધી ખેડૂત ટ્રેક્ટર રેલી યોજશે. ત્યારબાદ ખેડૂત સભા કરશે
- 3.45 વાગ્યે મલિયાપુરમના વંધબલમ રેલવે પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરશે.
- 4.45 વાગ્યે પોરૂરના ચેરુકોડ મહિલા સહકારી બેન્કની રજત જયંતિ વર્ષગાંઠમાં સામેલ થશે.
- 6.15 વાગ્યે મલપ્પુરમના નીલમપુરમાં જનજાતીય સંમેલનમાં ભાગ લેશે.