- રાહુલ ગાંધી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીડિયાને સંબોધશે
- મોતના ખરા આંકડા છુપાવવા માટે પોઝિટિવિટીના સ્ટંટ
- સ્ટંટથી વડાપ્રધાનની નીતિઓને કારણે થયેલા કોરોના મૃત્યુના ખરા આંકડા છુપાઇ શકે
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બપોરે 12 વાગ્યા પછી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીડિયાને સંબોધન કરશે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ કોરોના રોગચાળાને લઇને કેન્દ્રની નીતિઓ પર સતત સવાલ ઉઠાવી રહી છે. આ સાથે જ પાર્ટીના નેતા રાહુલ ગાંધી સમયાંતરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા જોવા મળે છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીનું સરકાર પર નિશાનઃ 'મોદી સિસ્ટમ' ને નિંદ્રામાંથી જાગૃત કરવી જરૂરી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો
આ અગાઉ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, કોરોના રોગચાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને લીધે થયેલાં મોતના ખરા આંકડા છુપાવવા માટે પોઝિટિવિટીના સ્ટંટ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ ગુજરાત અંગે ટિપ્પણી કરતા ભુજમાં યુવા ભાજપે વિરોધ કર્યો
પોઝિટિવિટી એ પીઆર સ્ટંટ છે: રાહુલ ગાંધી
તેમણે ટ્વિટ કર્યું હતું કે, પોઝિટિવિટી એ પીઆર સ્ટંટ છે. જેથી વડાપ્રધાનની નીતિઓને કારણે થયેલા કોરોના મૃત્યુના ખરા આંકડા છુપાઇ શકે. કોંગ્રેસ નેતાએ એક અન્ય ટ્વીટમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, કેન્દ્ર સરકારની પ્રાથમિકતા - સોશિયલ મીડિયા, ખોટી તસવીરો, જાહેર અગ્રતા, વિક્રમી ફુગાવો, કોરોના રસી, આ કેવા સારા દિવસ!