ETV Bharat / bharat

Pawan Khera Arrested: દિલ્હી એરપોર્ટ પરથી કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાની ધરપકડ, એરપોર્ટ પર વિરોધ પ્રદર્શન - કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાની ધરપકડ

દિલ્હી એરપોર્ટ પરથી અસમ પોલીસે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાની ધરપકડ કરી છે. રાયપુર અધિવેશનમાં જઈ રહેલા કોંગ્રેસ નેતા પવન ખેડા સહિત તમામ કોંગ્રેસ નેતાઓને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. જેને પગલે દિલ્હી એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પવન ખેડાને રાયપુર જવા દેવામાં આવી રહ્યા નથી. પાર્ટીના કહેવા પ્રમાણે પોલીસે તેમને રોક્યા છે. તેમને કેમ રોકવામાં આવ્યા, હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

CONGRESS LEADER PAWAN KHERA
CONGRESS LEADER PAWAN KHERA
author img

By

Published : Feb 23, 2023, 1:39 PM IST

નવી દિલ્હી: દિલ્હી એરપોર્ટ પરથી અસમ પોલીસે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાની ધરપકડ કરી છે. દિલ્હીમાં કોંગ્રેસ નેતા પવન ખેડા સહિત તમામ કોંગ્રેસ નેતાઓને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. જેને પગલે કોંગ્રેસના નેતાઓએ ફ્લાઈટમાં જ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. છત્તીસગઢના રાયપુરમાં 24 થી 26 ફેબ્રુઆરીએ કોંગ્રેસ પાર્ટીનું 75મું અધિવેશન સુધી યોજાવાનું છે. જેમાં હાજરી આપવા કોંગ્રેસ નેતાઓ જઈ રહ્યા હતા. પરંતુ તેમને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાની ધરપકડ: કોંગ્રેસે આ મામલે ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રાયપુરમાં યોજાનાર રાષ્ટ્રીય સંમેલનને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેના પ્રવક્તા પવન ખેડાને રાયપુર જતા રોકવામાં આવ્યા છે. તેમને દિલ્હી એરપોર્ટ પર રોકીને અસમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓએ દિલ્હી એરપોર્ટ પર આનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: Delhi riots 2020: દિલ્હીના ચહેરા પરના લાગેલા કુખ્યાત ડાઘને 3 વર્ષ પૂરા થયા

રાષ્ટ્રીય સંમેલનને રોકવાના પ્રયાસો: સૂત્રોએ જણાવ્યું કે સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે CISF તૈનાત કરવામાં આવી છે. એરપોર્ટ પોલીસની સાથે DCP પોતે પણ ઘટનાસ્થળે હાજર છે. મળતી માહિતી મુજબ, આસામ પોલીસે દિલ્હી પોલીસને પવન ખેડાની ધરપકડ કરવામાં મદદ કરવા વિનંતી કરી છે. આસામ પોલીસના અધિકારીઓ પણ એરપોર્ટ પર હાજર છે. આ અંગે માહિતી આપતા કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે આ EDના દરોડા જેવું છે. પાર્ટીએ કહ્યું કે અમારા નેતાઓ કોંગ્રેસના સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, પરંતુ તેમને જવા દેવામાં આવ્યા ન હતા. પાર્ટીએ કહ્યું કે તેઓ આ તાનાશાહી વલણ સામે મજબૂતાઈથી લડશે. પોલીસે તેમને થોડો સમય રોકાવાનું કહ્યું છે.

આ પણ વાંચો: Delhi Supreme Court: પોલીસ સ્ટેશનો અને તપાસ એજન્સીઓની ઓફિસોમાં CCTV લગાવો

વડાપ્રધાન મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી: પવન ખેડાએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ અંગે ભાજપના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. આ ટિપ્પણીને લઈને ભાજપે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરવા બદલ ખેડાની ધરપકડની માંગ કરી છે. કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને કોંગ્રેસનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેને સફળતા મળશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.