ETV Bharat / bharat

કોંગ્રેસ આતંકવાદીઓની ટેકોવાળી પાર્ટી છેઃ ભાજપના ધારાસભ્ય મદન દિલાવાર

પ્રદેશ ભાજપ મહામંત્રી મદન દિલાવારે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ આતંકવાદીઓ દ્વારા સમર્થિત પાર્ટી છે. ઇશરત જહાં કોંગ્રેસના કોર્પોરેટર હતા જે તેમના સાથીદારો સાથે નરેન્દ્ર મોદીની હત્યા કરવા માગે છે.

કોંગ્રેસ આતંકવાદીઓની ટેકોવાળી પાર્ટી છેઃ ભાજપના ધારાસભ્ય મદન દિલાવાર
કોંગ્રેસ આતંકવાદીઓની ટેકોવાળી પાર્ટી છેઃ ભાજપના ધારાસભ્ય મદન દિલાવાર
author img

By

Published : Apr 1, 2021, 8:01 PM IST

  • રાજસ્થાનમાં 3 સીટો પર યોજાશે પેટા યૂંટણી
  • પેટા-ચૂંટણીનું 17 એપ્રિલે યોજાશે મતદાન
  • ઇશરત જહાંનું એન્કાઉન્ટર યોગ્ય હતુંઃ દિલાવર

રાજસમંદઃ રાજ્યમાં 3 સીટો પર 17 એપ્રિલના રોજ વિધાનસભા પેટા-ચૂંટણીઓ યોજાવાની છે. આ અંગે રાજસમંદ વિધાનસભા પેટા ચૂંટણી પ્રભારી અને ભાજપ પ્રદેશ મહામંત્રી મદન દિલાવાર ગુરુવારે જિલ્લા ભાજપ કાર્યાલયમાં મીડિયાને મળ્યા હતા. આ દરમિયાન દિલાવરે કોંગ્રેસ પર આકરા આક્ષેપ લગાવ્યા હતા.

આ પણ વાંચોઃ રાજસ્થાન કોંગ્રેસના 4 દિગ્ગજ નેતાઓ ફરી એકવાર જોવા મળશે એક સ્ટજ પર

કોંગ્રેસ પાર્ટીને આતંકીઓનું સમર્થન છે: દિલાવર

મદન દિલાવરે જણાવ્યું હતું કે, ઇશરત જહાં મામલામાં કોર્ટના નિર્ણય પછી સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ આતંકવાદીઓની ટેકોવાળી પાર્ટી છે. ઇશરત જહાં કોંગ્રેસના કોર્પોરેટર હતા જે તેમના સાથીદારો સાથે નરેન્દ્ર મોદીની હત્યા કરવા માગે છે. ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે જણાવ્યું હતુ કે, કોર્ટના નિર્ણય પછી ઇશરત જહાંનું એન્કાઉન્ટર યોગ્ય હતું તે સાબિત થયું છે. આ કેસમાં કોંગ્રેસે ઘણા નિર્દોષ પોલીસ કર્મચારીઓને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગુર્જર સમાજ તેમના અપમાનનો બદલો લેશે: દેવનાની

તે જ સમયે અજમેરના ધારાસભ્ય અને રાજસમંદ વિધાનસભાની પેટા-ચૂંટણી પ્રભારી વાસુદેવ દેવનાનીએ જણાવ્યું હતુ કે ગુર્જર સમાજ કોંગ્રેસ સાથેના તેમના અપમાનનો બદલો લેશે. કોંગ્રેસે સચિન પાયલોટ સાથે સમાધાન કર્યું અને તેમને તેની સાથે પાછા લઈ ગયા, પરંતુ લગભગ 9 મહિના પછી પણ તેમની એક પણ માંગ પૂરી કરવામાં આવી નહીં. તેમણે જણાવ્યું હતુ કે આજે પણ તેમને તે સન્માન નથી મળી રહ્યું જે અગાઉ કોંગ્રેસમાં હતું. આવી સ્થિતિમાં ગુર્જર સમાજ નિશ્ચિતરૂપે કોંગ્રેસ તરફથી આ અપમાનનો બદલો લેશે.

તે ભાજપનો કાર્યકર હતો, કાર્યકર છે અને કાર્યકર રહેશેઃ અશોક રાંકા

કોંગ્રેસના સભ્યપદ લેતા બે રાજસમંદના ભાજપના નેતાઓના સવાલ પર મદન દિલાવરે જણાવ્યું હતુ કે, પૂર્વ પાલિકા પ્રમુખ જગદીશ પાલીવાલને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે અને છેલ્લા 6 વર્ષથી તેઓ ભાજપથી દૂર છે, તેથી તેમના જવાથી કોઈ ફરક પડશે નહીં. પૂર્વ પાલિકા અધ્યક્ષ અશોક રાંકાના ભાઈ પ્રકાશના કોંગ્રેસમાં જોડાવા અંગે દિલાવરે જણાવ્યું હતુ કે કોંગ્રેસે એવો પ્રચાર કર્યો છે કે, અશોક રાંકાએ કોંગ્રેસનું સભ્યપદ લીધું છે, જ્યારે એવું નથી. પ્રકાશ વિશે તેમણે જણાવ્યું હતુ કે, આ તેમનો અંગત મામલો છે. અશોક રાંકાએ જણાવ્યું હતુ કે તે ભાજપનો કાર્યકર હતો, કાર્યકર છે અને કાર્યકર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.