- સોનિયા ગાંધી શિમલા તરફ રવાના.
- ચૂંટણી પહેલા પંજાબના નેતૃત્વમાં પરિવર્તન આવ્યું
- હિમાચલ પ્રવાસ રાજકીય દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ
સોલન: પંજાબમાં મુખ્યપ્રધાન પદ પરથી કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસમાં હલચલ વધી ગઈ છે. રાજકીય ઉથલપાથલ વચ્ચે, કોંગ્રેસના વચગાળાના અઘ્યક્ષ સોનિયા ગાંધી સોમવારે હિમાચલ પ્રવાસ પર રાજધાની શિમલા પહોંચ્યા છે. લગભગ 9:30 વાગ્યે સોનિયા ગાંધીનો કાફલો સોલનથી શિમલા તરફ રવાના થયો. આ દરમિયાન તેમના કાફલામાં મોટી સંખ્યામાં વાહનો હાજર હતા. પંજાબમાં મુખ્યપ્રધાન બદલાયા બાદ સોનિયા ગાંધીનો હિમાચલ પ્રવાસ રાજકીય દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ કર્મચારીઓ તહેનાત
આ પણ વાંચો : ચરણજિત સિંહ ચન્નીએ મુખ્યપ્રધાન પદના શપથ લીધા, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આપી શુભેચ્છા
સોનિયા ગાંધીના હિમાચલ પ્રવાસની માહિતી મળતા જ પોલીસ વહીવટીતંત્ર પણ સતર્ક થઈ ગયું હતું. હિમાચલના પ્રવેશદ્વાર પરવાણુથી, શાલાઘાટ સુધીના પ્રવેશદ્વાર, તેમજ સોલન વચ્ચેની સીમા ઉપર સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા, પરંતુ ફોરલેનનું કામ ચાલું હોવાના કારણે સોનિયા ગાંધીના કાફલાને વચ્ચે વચ્ચે ટ્રાફિક જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો હતો.
પ્રિયંકાના ઘરની આસપાસ પોલીસ કર્મચારીઓ તૈનાત
પ્રિયંકા ગાંધી પણ પહેલાંથી જ તેમના પતિ રોબર્ટ વાડ્રા અને બાળકો સાથે શિમલામાં હાજર છે. પ્રિયંકા ગાંધી 3 દિવસ શિમલામાં રોકાવાના છે. પ્રિયંકા ગાંધી વાડ્રા ચંદીગઢથી રોડ મારફતે શનિવારે સવારે લગભગ 11 વાગ્યે શિમલાના છરાબડા તેમના ઘરે પહોંચ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રિયંકાના ઘરની આસપાસ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : મહેશ ભટ્ટના બર્થડે સેલિબ્રેશનમાં રણબીર આલિયા સાથે જોવા મળ્યો - તસવીરો જુઓ
છરાબડા એક પ્રવાસન સ્થળ છે.
જૂન 2021 માં, પ્રિયંકા શિમલામાં તેમના ઘરે આવ્યા હતા અને અહીં 3-4 દિવસ રહ્યા હતા. તેમજ માર્ચ 2021 માં પણ અહીં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીનું ઘર શિમલાથી 13 કિલોમીટર દૂર છરાબડામાં આવેલું છે. છરાબડા એક પ્રવાસન સ્થળ છે.