નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર પર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) અંગે સમયસર સામાજિક ઓડિટ ન કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતા. ઉપરાંત વિપક્ષે દાવો કર્યો કે સરકાર આ યોજનાને તેના ચક્રવ્યૂહમાં ફસાવીને વ્યવસ્થિત રીતે ખતમ કરી રહી છે. આ અંગે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, ઘણા રાજ્યોમાં મનરેગા સાથે સંબંધિત સામાજિક ઓડિટ એકમો નિષ્ક્રિય થઈ ગયા છે.
-
ग्राम सभा के द्वारा किया जाने वाला सोशल ऑडिट महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोज़गार गारंटी अधिनियम का एक अनिवार्य हिस्सा है। यह जवाबदेही सुनिश्चित करने और पारदर्शिता को बढ़ाने के लिए है - मूल रूप से इसका उद्देश्य भ्रष्टाचार पर रोक लगाना है।
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
प्रत्येक राज्य में एक स्वतंत्र सोशल… https://t.co/6XnPNUp4Ch
">ग्राम सभा के द्वारा किया जाने वाला सोशल ऑडिट महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोज़गार गारंटी अधिनियम का एक अनिवार्य हिस्सा है। यह जवाबदेही सुनिश्चित करने और पारदर्शिता को बढ़ाने के लिए है - मूल रूप से इसका उद्देश्य भ्रष्टाचार पर रोक लगाना है।
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 29, 2023
प्रत्येक राज्य में एक स्वतंत्र सोशल… https://t.co/6XnPNUp4Chग्राम सभा के द्वारा किया जाने वाला सोशल ऑडिट महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोज़गार गारंटी अधिनियम का एक अनिवार्य हिस्सा है। यह जवाबदेही सुनिश्चित करने और पारदर्शिता को बढ़ाने के लिए है - मूल रूप से इसका उद्देश्य भ्रष्टाचार पर रोक लगाना है।
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 29, 2023
प्रत्येक राज्य में एक स्वतंत्र सोशल… https://t.co/6XnPNUp4Ch
સરકાર પર આક્ષેપ : કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશ દ્વારા એક ટ્વીટ કરવામાં આવી હતી. જેમાં તેઓએ લખ્યું કે, ગ્રામસભા દ્વારા હાથ ધરાયેલ સામાજિક ઓડિટ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદાનો આવશ્યક ભાગ છે. આ જવાબદારી સુનિશ્ચિત કરવા અને પારદર્શિતા વધારવા માટે છે. મૂળભૂત રીતે તેનો હેતુ ભ્રષ્ટાચારને રોકવાનો છે. દરેક રાજ્યનું સ્વતંત્ર સામાજિક ઓડિટ હોય છે, જેને કેન્દ્ર દ્વારા સીધું ભંડોળ પૂરું પાડવામાં આવે છે. જેથી તેની સ્વાયત્તતા જાળવી શકાય. હવે એવી વાત સામે આવી રહી છે કે, તેના ફંડિંગમાં ભારે મોડું થઈ રહ્યું છે. જેના કારણે સોશિયલ ઓડિટ સમયસર થઈ રહ્યું નથી.
કોંગ્રેસ મહાસચિવનો દાવો : જયરામ રમેશ દ્વારા સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ઓડિટની આ સમગ્ર પ્રક્રિયામાં ચેડા કરવામાં આવે છે. પછી મોદી સરકાર રાજ્યોને ફંડ આપવામાં ના પાડવા માટે આ સ્થિતિનો ઉપયોગ કરે છે. નાણાની ચુકવણી ન થવાના કારણે વેતન ચૂકવણી વગેરેને અસર થાય છે. જયરામ રમેશે દાવો કર્યો કે, આ મનરેગાને સુનિયોજિત રીતે ચક્રવ્યૂહમાં ફસાવીને ઈચ્છામૃત્યુ આપવા જેવું છે.