ETV Bharat / bharat

ટૂલકિટ મામલે ભાજપના નેતાઓનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરવા કોંગ્રેસની માગ - કોવિડ 19 ટૂલકિટ

એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટૂલકિટ મામલે ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે, સંબિત પાત્રા કોરોના મહામારીમાં કેન્દ્ર સરકારની ગેરવ્યવસ્થાથી ધ્યાન હટાવવા અને સાંપ્રદાયિક તણાવ ફેલાવવા માટે એક નકલી કોંગ્રેસ ટૂલકિટ પ્રસારિત કરી રહ્યા છે.

ટૂલકિટ મામલે ભાજપના નેતાઓનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરવા કોંગ્રેસની માગ

author img

By

Published : May 21, 2021, 9:04 AM IST

  • કેન્દ્ર સરકારની ગેરવ્યવસ્થાને ઢાંકવા સંબિત પાત્રા ધ્યાન હટાવી રહ્યા છેઃ કોંગ્રેસ
  • ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સાંપ્રદાયિક તણાવ માટે કોંગ્રેસ ટૂલકિટ બનાવીઃ કોંગ્રેસ
  • દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં સંબિત પાત્રા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

નવી દિલ્હીઃ ટૂલકિટ મામલામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ સર્જાયું છે. આ તમામની વચ્ચે યૂથ કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સામે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે, જેમાં કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા કોરોના મહામારીમાં કેન્દ્ર સરકારની ગેરવ્યવસ્થાથી ધ્યાન હટાવવા અને સાંપ્રદાયિક તણાવ ફેલાવવા માટે એક નકલી કોંગ્રેસ ટૂલકિટ પ્રસારિત કરી રહ્યા છે.

આ પણ વાંચો- ગ્યાસુદ્દીન શેખે કોરોનાકાળમાં સરકારની રહી ગયેલી ત્રુટિઓની તપાસ કરવા ચીફ જસ્ટિસને પત્ર લખ્યો

યુથ કોંગ્રેસનાં રાષ્ટ્રીય સચિવે નોંધાવી ફરિયાદ

આપને જણાવી દઈએ કે, ભાજપના નેતા સંબિત પાત્રા સામે આ ફરિયાદ યુથ કોંગ્રેસનાં રાષ્ટ્રીય સચિવ શિવી ચૌહાણે નોંધાવી છે, જેમાં આરોપ લગાવ્યો છે કે, પાત્રા કોરોના કાળમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવા માટે નકલી કોંગ્રેસ ટૂલકિટ સર્ક્યૂલેટ કરી રહ્યા છે. આ ટૂલકિટનું કામ કોરોના મહામારીમાં કેન્દ્ર સરકારની ગેરવ્યવસ્થા પરથી ધ્યાન હટાવવાનું છે.

આ પણ વાંચો- સોનિયા ગાંધીએ કોરોનાની ત્રીજી લહેરની શક્યતા અંગે કરી ચિંતા વ્યક્ત

ભાજપના નેતાઓનું ટ્વિટર બંધ કરોઃ કોંગ્રેસ

આ તમામની વચ્ચે કોંગ્રેસના નેતાઓએ ભાજપના નેતાઓનું ટ્વિટર એકાઉન્ડ સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની, સંબિત પાત્રા અને બી. એલ. સંતોષનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની માગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.