ETV Bharat / bharat

કોંગ્રેસની ભારત જોડો યાત્રા આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરશે - Congress Bharat Jodo Yatra

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીની 'ભારત જોડો યાત્રા' (Bharat Jodo Yatra) શુક્રવારે આંધ્રપ્રદેશમાં પ્રવેશ (Bharat Jodo Yatra will enter Andhra Pradesh) કરશે. ગાંધીએ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને પક્ષના ટોચના નેતાઓ સાથે આખી રાત આરામ કર્યા પછી સવારે રામપુરાથી યાત્રા ફરી શરૂ કરી હતી.

કોંગ્રેસની ભારત જોડો યાત્રા આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરશે

author img

By

Published : Oct 14, 2022, 2:10 PM IST

ચિત્રદુર્ગ (કર્ણાટક) : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીની 'ભારત જોડો યાત્રા' (Bharat Jodo Yatra) શુક્રવારે આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરશે. ગાંધીએ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને પક્ષના ટોચના નેતાઓ સાથે આખી રાત આરામ કર્યા પછી સવારે રામપુરાથી યાત્રા ફરી શરૂ કરી હતી. પાર્ટી કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લાના ઓબાલાપુરમમાં થોડો સમય રોકાશે. ભારત જોડો યાત્રા દળે તેના ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે, બીજો અદ્ભુત દિવસ. તમિલનાડુ, કેરળ, કર્ણાટક- જ્યાં પણ 'ભારત જોડો યાત્રા' જઈ રહી છે, તેને પ્રેમ મળી રહ્યો છે. અમે બીજા એક નોંધપાત્ર દિવસ માટે આંધ્ર પ્રદેશમાં પ્રવેશ (Bharat Jodo Yatra will enter Andhra Pradesh) કરવાના છીએ. આ માટે અમારી સાથે જોડાઓ.

  • #WATCH | Congress' Bharat Jodo Yatra resumes from Rampura, Karnataka. This is the 37th day of the yatra which started from Kanniyakumari in Tamil Nadu and will culminate in J&K. pic.twitter.com/t4W0tp2LJY

    — ANI (@ANI) October 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસની ભારત જોડો યાત્રા આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરશે : આંધ્રપ્રદેશમાં થોડા સમયના રોકાણ બાદ ગાંધી દિવસ પછી કર્ણાટક પરત ફરશે. કોંગ્રેસ કાર્યાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી જજીરાકલ્લુ ટોલ પ્લાઝાથી આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરશે, જ્યાં તેઓ સાંજે 4.30 વાગ્યા સુધી રોકાશે અને પછી આગળ વધશે. કોંગ્રેસના નેતાઓ પણ સાંજે થોડો સમય ઓબાલાપુરમ ગામમાં રોકાશે. વાયનાડના સાંસદ ગાંધી કર્ણાટક પરત ફર્યા બાદ બેલ્લારી જિલ્લાના હૈલાકુંડી મઠમાં રાત્રિ રોકાણ કરશે.

ભારત જોડો યાત્રા 30 સપ્ટેમ્બરે કર્ણાટકમાં પ્રવેશી હતી : જેમ જેમ યાત્રા રામપુરાથી આગળ વધતી ગઈ તેમ તેમ રસ્તામાં બેનરો, પોસ્ટરો અને કોંગ્રેસના ઝંડા જોવા મળ્યા હતા. ઘણા લોકોએ રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યા, તેમને ગળે લગાવ્યા અને તેમની સાથે વાત કરી હતી. ભારત જોડો યાત્રા 30 સપ્ટેમ્બરે કર્ણાટકમાં પ્રવેશી હતી અને 21 દિવસમાં 511 કિમીનું અંતર કાપ્યા બાદ તે 20 ઓક્ટોબરે રાજ્યમાંથી બહાર નીકળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.