ETV Bharat / bharat

Keral News: ત્રિશૂરમાં પરપ્રાંતિય શ્રમિકો વચ્ચે અથડામણ, પાંચ વર્ષના બાળકનું મોત - ત્રિશૂરમાં પરપ્રાંતિય શ્રમિકો વચ્ચે અથડામણ

કેરળના ત્રિશૂર જિલ્લામાં પરપ્રાંતિય શ્રમિકો વચ્ચેની હિંસામાં પાંચ વર્ષના બાળકનું મોત થયું હતું. આ ઉપરાંત આરોપી વ્યક્તિએ બાળકની માતા અને અન્ય એક શ્રમિકને પણ ઇજા પહોંચાડી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Kerala News:
Kerala News:
author img

By

Published : Mar 30, 2023, 7:37 PM IST

ત્રિશૂર: કેરળના ત્રિશૂર જિલ્લામાં પરપ્રાંતિય શ્રમિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન કોઈએ પાંચ વર્ષના બાળકની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આ બાળક આસામના એક પ્રવાસી શ્રમિકોનું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Bhavnagar Accident: ભાવનગરમાં ટેમ્પો પલટી જતાં 6 શ્રમિકોના મોત

પરપ્રાંતિય શ્રમિકો વચ્ચે હિંસા: પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર અથડામણ દરમિયાન બાળકની માતા નજીમા કટ્ટુ અને અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ આ મામલામાં પીડિતાના પરિવારના નજીકના સંબંધીને ત્યાં હાજર લોકોએ પકડી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. આરોપીની ઓળખ જમાલ હુસૈન તરીકે થઈ છે.

મિલકતને લઈને વિવાદ: ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે મિલકત કે પૈસાના વિવાદને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આરોપી જમાલ હુસૈન બુધવારે જ અહીં આવ્યો હતો. આ પછી રાત્રે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે ફરી આ વિવાદ શરૂ થયો હતો. આ દરમિયાન આરોપી જમાલ હુસૈને બાળક નઝીરુલ ઇસ્લામના ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ પણ વાંચો: Ramnavmi 2023: વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પોલીસની હાજરીમાં પથ્થરમારો

આરોપીની ધરપકડ: ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક પુદુક્કડ તાલુકા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત થયું. આ અથડામણ દરમિયાન મૃત બાળકની માતા નજીમા કટ્ટુ પર પણ આરોપીઓએ હુમલો કર્યો હતો, જેના કારણે તેના હાથ પર ગંભીર ઈજા થઈ હતી અને અન્ય એક શ્રમિકને પણ બચાવવા વચ્ચે ઈજા થઈ હતી. બંનેને ત્રિશૂર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપી જમાલ હુસૈનને ત્યાં હાજર અન્ય શ્રમિકોએ પકડી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.