ETV Bharat / bharat

દિલ્હીમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ - ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

દિલ્હીમાં બધા પ્રકારના ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આને લઇને આદેશ જારી કર્યો છે.

દિલ્હીમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ

author img

By

Published : Sep 28, 2021, 11:04 PM IST

  • દિલ્હીમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ
  • આ પ્રતિબંધ 1 જાન્યુઆરી 2022 સુધી લાગૂ
  • પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ સૂચના પૂરક સત્તાધિકારીની મંજૂરી સાથે જારી કરાઇ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ફટાકડા ફોડવા અને તેના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ કમિટીએ આને લઇને આદેશ જારી કર્યો છે. આદેશ અનુસાર આ પ્રતિબંધ 1 જાન્યુઆરી 2022 સુધી લાગૂ રહેશે.

જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડીએસપીને પણ માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહેવાયું

દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આદેશ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં 1 જાન્યુઆરી, 2022 સુધી તમામ પ્રકારના ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ છે. આ સાથે, જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડીએસપીને પણ માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે અને આ અધિકારીઓએ દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને દૈનિક કાર્યવાહીનો રિપોર્ટ પણ રજૂ કરવો પડશે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ સૂચના પૂરક સત્તાધિકારીની મંજૂરી સાથે જારી કરવામાં આવી છે.

દિલ્હીમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ
દિલ્હીમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ

દિલ્હીના પ્રદૂષણને કારણે ફટાકડા પર પ્રતિબંધ મૂકાયો

દિલ્હી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં એનજીટી, સુપ્રીમ કોર્ટ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આદેશોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ આદેશોમાં દિલ્હીના પ્રદૂષણને કારણે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપવામાં આવી હતી. આ આદેશની નકલ દિલ્હી પોલીસ કમિશનર, દિલ્હીના ઉપરાજ્યપાલ, મુખ્યપ્રધાન, મુખ્ય સચિવ અને અન્ય ઘણા અધિકારીઓને મોકલવામાં આવી છે.

આ પણ વાંચો- NGTનો મોટો નિર્ણય :દેશભરમાં 30 નવેમ્બર સુધી ફટકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ

આ પણ વાંચો- તમિળનાડુ: ફટાકડા ફોડતી વખતે દુર્ઘટના સર્જાઈ, દોઢ વર્ષના બાળકનું મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.