- મુઝફ્ફરપુર સિવિલ કોર્ટમાં વકીલ જયચંદ્ર પ્રસાદ સાહનીએ કેસ નોંધાવ્યો
- ચૂંટણી જીતવા બીજી પંચાયતના મતદાતાઓને જોડવાનો પ્રયાસ કર્યો હતો
- બિહારની મુઝફ્ફરપુર સિવિલ કોર્ટમાં 14 લોકો સામે કેસ નોંધાયો
પટનાઃ બિહારના મુઝફ્ફરપુર સિવિલ કોર્ટમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત 14 લોકોના વિરૂદ્ધ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. આ કેસ મુઝફ્ફરપુર સિવિલ કોર્ટમાં વકીલ જયચંદ્ર પ્રસાદ સાહનીએ નોંધાવ્યો છે.
આગામી સુનાવણી 4 માર્ચે યોજાશે
વકીલ જયચંદ્ર પ્રસાદ સાહનીના જણાવ્યાનુસાર, ચાકી સોહાગપૂરમાં મતદાતાના રૂપમાં અન્ય પંચાયતના લોકોનું નામ સૂચિબદ્ધ કરવા મામલામાં મુખ્યપ્રધાન સહિત 14 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પંચાયત ચૂંટણી જીતવા માટે બીજી પંચાયતના મતદાતાઓને ચક્કી સોહાગપુરમાં જોડીને નામ આપવાનો કેસ નોંધાવવામાં આવ્યો છે. આની સુનાવણી 4 માર્ચે થશે.