કાનપુર: શહેરમાં રાષ્ટ્રપતિના આગમન પહેલા પરેડ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે હંગામો (Communal ruckus in kanpur) થયો છે. હંગામા બાદ બંને તરફથી પથ્થરમારો થયો છે. હંગામામાં બોમ્બ વિસ્ફોટના (Kanpur bomb blast) અહેવાલ છે, જેના કારણે આખા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ વિવાદ સાંપ્રદાયિક હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath kovind in up) સર્કિટ હાઉસ પહોંચે તે પહેલા જ શહેરમાં હંગામો મચી ગયો છે.
આ પણ વાંચો: પહેલી વખત જોયુ સાપ બન્યો સાપનો કોળીયો: સ્નેક રેસ્ક્યૂ મેન સત્યમ
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, બીજેપી નેતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે બે સમુદાયોમાં ભારે પથ્થરમારો થયો છે. આ દરમિયાન બોમ્બ અને ગોળીઓ પણ છોડવામાં આવી છે. અચાનક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં તંગદિલીનો માહોલ વ્યાપી ગયો હતો. જોરદાર હોબાળા બાદ બે સમુદાયો વચ્ચે લડાઈ અને ઝઘડાના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: સાયબર ક્રાઈમનો શિકાર ન થતો બચો: UPI પેમેન્ટ માટે આ ટિપ્સ અનુસરો
ઘટના બાદ નવીન માર્કેટ, પરેડ, યતિમખાના, મેસ્ટન રોડ સહિત આસપાસના વિસ્તારોની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. જ્યારે મોટી સંખ્યામાં હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા, ત્યારે મુસ્લિમ પક્ષના સેંકડો લોકો પણ રસ્તા પર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.