ETV Bharat / bharat

LPG Cylinder Price Hike: દિવાળી પહેલા પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો મોટો ઝટકો આપ્યો

દિવાળી પહેલા પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો મોટો ઝટકો આપ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમત (LPG prices for commercial cylinders )માં 264 રૂપિયાનો ભારે વધારો થયો છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2000.50 રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે કોલકાતામાં 19.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 2073.5 રૂપિયા, મુંબઈમાં 1950 રૂપિયા અને લખનઉમાં 2093 રૂપિયા થઈ ગઈ છે.

ભાવ વધારો: દિવાળી પહેલા પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો મોટો ઝટકો આપ્યો

author img

By

Published : Nov 1, 2021, 10:41 AM IST

  • દિવાળી પહેલા પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો મોટો ઝટકો આપ્યો
  • દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2000.50 રૂપિયા
  • LPG સિલિન્ડરની ભારે કિંમતને કારણે ખાણી-પીણી પણ મોંઘી થશે

નવી દિલ્હીઃ દિવાળી પહેલા પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો મોટો ઝટકો આપ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 264 રૂપિયાનો ભારે વધારો (LPG Cylinder Price Hike) થયો છે. આ વધારા સાથે હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19.2 કિલોના કોમર્શિયલ સિલિન્ડર (LPG commercial Cylinder)ની કિંમત 2000.5 રૂપિયા થઈ ગઈ છે.

ઘરેલુ LPG સિલિન્ડર

જોકે, ઘરેલુ ઉપયોગ માટેના 14.2 કિલોના LPG સિલિન્ડરમાં કોઈ વધારો (LPG Cylinder Price Hike) કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે 6 ઓક્ટોબર 2021ના રોજ કરાયેલી સમીક્ષા મુજબ દિલ્હીમાં 19.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત માત્ર 1736.50 રૂપિયા હતી, પરંતુ આ મહિનાની શરૂઆતમાં એટલે કે આજે 1 નવેમ્બર 2021ના રોજ તેમાં રૂ.264નો વધારો કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2000.50 રૂપિયા

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2000.50 રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે કોલકાતામાં 19.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 2073.5 રૂપિયા, મુંબઈમાં 1950 રૂપિયા અને લખનઉમાં 2093 રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો: આજથી બદલાઈ રહ્યા છે ઘણા નિયમો, તમામ લોકોના ખિસ્સાને પડશે અસર

ખાણી-પીણી મોંઘી થશે

જેના કારણે રેસ્ટોરાંનું ખાવા-પીવાનું પણ ખૂબ મોંઘું થઈ જશે. નોંધનીય છે કે આસમાન આંબી જતા શાકભાજી અને સરસવના તેલના ભાવને કારણે રેસ્ટોરન્ટ માલિકો પહેલેથી જ પરેશાન છે. હવે LPG સિલિન્ડરની ભારે કિંમતને કારણે તેમને ખાવા-પીવાની કિંમતોમાં વધારો કરવાની ફરજ પડી શકે છે.

આ પણ વાંચો: શું તમને LPGમાં સબસિડી મળી રહી છે, LPGની કિંમત કેમ વધી?

100 રૂપિયાથી વધુનું નુકસાન

ઉલ્લેખનીય છે કે LPGના ભાવમાં વધારો થવાની સંભાવના પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જો કે ઓઈલ કંપનીઓએ હજુ ઘરેલુ ગેસના ભાવમાં વધારો ન કરીને થોડી રાહત આપી છે, પરંતુ બાદમાં તેમાં પણ વધારો થઈ શકે છે. અગાઉ LPGના ભાવમાં છેલ્લો વધારો 6 ઓક્ટોબરે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જુલાઈથી તેની કિંમતમાં 90 રૂપિયાનો વધારો થયો છે. સબસિડી પર સરકાર એક પરિવારને વર્ષમાં માત્ર 12 સિલિન્ડર આપે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.