બેંગ્લુરૂઃ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને હંફાવવા માટે વિપક્ષમાં એક અભિયાન ચાલી રહ્યું છે. જેમાં સમયાંતરે રાજકીય પાર્ટીઓ એક મંચ પર આવીને બેઠકો યોજી રહી છે. કર્ણાટકના મહાનગર બેંગ્લુરૂમાં વિપક્ષ એકતાની બેઠક યોજાઈ હતી. જેમાં જુદા જુદા રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. બે વર્ષના કાળ અંતર બાદ સોનિયા ગાંધી અને મમતા બેનર્જી એક જ મંચ પર આવ્યા છે.
ખાસ મુલાકાત થઈઃ સોમવારે આ અંગે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. બન્ને વચ્ચેના રાજકીય કરતા વ્યક્તિગત સંબંધોની ચર્ચા રાજકીય વર્તુળમાં વધારે થઈ રહી છે. એક જ મોરચામાં ભાજપ વિરોધી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષ ભેગા થાય અને ભાજપ સામે રણનીતિ તૈયાર કરવાને મમતા બેનર્જીનો હેતુ છે. તે વારંવાર કહે છે કે, જુદી જુદી સીટ પર ભાજપની સામે ઉમેદવાર ઊભા કરવા કરતા વિપક્ષે એકજુથ થઈને ભાજપ સામે લડવું જોઈએ. આમ કરવા આવે તો સફળતા દૂર નથી.
મોટો ફટકો પડ્યોઃ પણ વિધાનસભા 2021ના પરિણામ બાદ મમતા બેનર્જીના પ્લાનિંગ જોઈએ એટલા સફળ થયા ન હતા. ખાસ કરીને અન્ટી બીજેપી પ્લાનિંગમાં એમના પ્રયાસો ફ્લોપ થયા હતા. સોનિયા ગાંધીની સતત બીમાર તબિયને કારણે કોંગ્રેસને મણીપુર, ત્રિપુરા અને ગોવામાં મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો હતો. જેની સામે મમતા બેનર્જીની પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં પોતાના મૂળીયા ઊંડા કરી દીધા હતા. વિધાસભામાં સારી એવી જીત પ્રાપ્ત થયા બાદ મમતા બેનર્જીના એજન્ડાને કોઈ મોટો સપોર્ટ મળે એવું આ પરથી કહી શકાય છે. કારણ કે, બેંગ્લુરૂમાં એમની હાજરીથી ઘણા સમીકરણ ઊભા થયા છે.
ચૂંટણી પહેલાની તૈયારીઃ સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ આ એજન્ડાને વેગ મળે એવી શક્યતાઓ છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા એક મજબુત સંગઠન ઊભું થવાની શરૂઆત થઈ છે. જો આ યથાવત રહ્યું તો આગામી સમયમાં રાજકીય માળખામાં સીધી અસર ઊભી કરશે એવું રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. AICCના સભ્ય શુભાંકર શંકરે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિએ મમતા બેનર્જી અને સોનિયા ગાંધીની મુલાકાતને રાજકીય સમીકરણ તરીકે જોવામાં આવે છે.
મોટા નિર્ણયના એંધાણઃ આ મુલાકાત બાદ કોઈ મજબુત નિર્ણય લેવાઈ શકે છે. જે બન્નેની પાર્ટીમાંથી હોઈ શકે છે. આમ તો પ્રથમ પ્રાથમિકતા ભાજપને માત આપવાની છે. આ જ કારણ છે કે, આ વિપક્ષની બેઠકને લોકો એક અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. રાજકીય સુત્રોમાંથી વિગત એ પણ મળે છે. અહીં મુલાકાત પાછળ રાજકીય કરતા વ્યક્તિગત સંબંધો વધારે મહત્ત્વનો રોલ પ્લે કરી શકે છે. આ પહેલા જુલાઈ 2021માં સોનિયા ગાંધીના ઘરે મમતા બેનર્જીએ મુલાકાત કરી હતી.