ETV Bharat / bharat

કોમેડિયન વીર દાસના નિવેદન બાદ રાજકીય ખળભળાટ, કોંગી નેતાઓમાં ફુટ - Shashi Tharoor

કોમેડિયન વીર દાસ (COMEDIAN VEER DAS) તેના એક વીડિયોને (Social Media)લઈને ચર્ચામાં જોવા મળી રહ્યા છે, જેમાં તેણે અમેરિકનોની સામે ભારતીયોના કથિત બેવડા પાત્રનો ઉલ્લેખ (VEER DAS CONTROVERSY) કર્યો છે. આથી, ભાજપે તેમની સામે ફરિયાદ નોંધાવી છે. આ સાથે જ વીરને લઈને કોંગ્રેસમાં પણ ભાગલા પડી ગયા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો...

કોમેડિયન વીર દાસના નિવેદન બાદ રાજકીય ખળભળાટ

author img

By

Published : Nov 18, 2021, 10:57 AM IST

  • કોમેડિયન વીર દાસે પોતાની કવિતાનો વીડિયો કર્યો હતો પોસ્ટ
  • દાસે ભારતના બે ભાગ વિશે કવિતાના માધ્યમથી જણાવ્યું
  • કોંગ્રેસના નેતાઓમાં પણ બે ભાગ જોવા મળી રહ્યા છે
  • ભાજપ દ્વારા વિરોધ બાદ દિલ્હી ખાતે ફરિયાદ નોંધાવાઈ

હૈદરાબાદઃ કોમેડિયન વીર દાસના ( COMEDIAN VEER DAS ) એક વીડિયોની સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર ચર્ચા થઈ રહી છે. વીરે તેની યુટ્યુબ ચેનલ પર (VEER DAS CONTROVERSY) વોશિંગ્ટન ડીસીના 'જ્હોન એફ કેનેડી સેન્ટર ફોર ધ પરફોર્મિંગ આર્ટ્સ'નો (John F. Kennedy Center for the Performing Arts) એક વીડિયો શેર કર્યો છે. છ મિનિટના વિડિયોમાં, દાસે દેશના કથિત બે પાત્ર વિશે વાત કરી અને કોવિડ-19 મહામારી, બળાત્કારની ઘટનાઓ અને હાસ્ય કલાકારો સામેની કાર્યવાહીથી લઈને ખેડૂતોના વિરોધ સુધીના મુદ્દાઓ ટાંક્યા હતા. તેઓ તેમના આ નિવેદનથી તેઓ ચર્ચામાં જોવા મળી રહ્યા છે, કારણ કે ભાજપે વીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સાથે જ વીરને લઈને કોંગ્રેસમાં પણ ભાગલા પડી ગયા છે.

કપિલ સિબ્બલે આપ્યું સમર્થન

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે (Congress leader Kapil Sibal) બુધવારે કૉમેડિયન વીર દાસને યુ.એસ.માં એક પર્ફોર્મન્સ સાથેના સંબંધિત એક વીડિયો પર ઉગ્ર દલીલો વચ્ચે સમર્થન આપતાં કહ્યું હતું કે, "બે ભારત" છે પરંતુ કોઈ નથી વિચારતું કે લોકો તેને વિશ્વની સામે રાખે, કારણ કે 'અમે અસહિષ્ણુ અને દંભી છે'. સિબ્બલે ટ્વીટ કર્યું, 'વીર દાસ, તેમાં કોઈ શંકા નથી કે બે ભારત છે. માત્ર એટલું જ છે કે અમે નથી ઈચ્છતા કે કોઈ પણ ભારતીય દુનિયાને આ વિશે જણાવે. આપણે અસહિષ્ણુ અને દંભી છીએ.'

સિંઘવીએ નિશાન સાધ્યું

બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ વીર દાસ પર નિશાન સાધતા કહ્યું કે, કેટલાક લોકોની બુરાઈઓને વ્યાપક પ્રસાર આપીને દુનિયાની સામે દેશ વિશે ખોટું બોલવું યોગ્ય નથી. વસાહતી શાસન સમયે, આજે પણ લોકો પશ્ચિમી વિશ્વની સામે ભારતને સાપના મોહક અને લૂંટારાઓના દેશ તરીકે રજૂ કરે છે.

થરૂરે સમર્થન આપ્યું

તે જ સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે (Shashi Tharoor) પણ વીર દાસને સમર્થન આપ્યું હતું. વીર દાસના પર્ફોર્મન્સનો વીડિયો (Veer Das's performance) શેર કરતાં તેણે ટ્વીટ કર્યું કે, "એક સ્ટેન્ડ-અપ કોમેડિયન માત્ર શારીરિક રીતે નહીં, પણ નૈતિક રીતે ઊભા રહેવાનો વાસ્તવિક અર્થ જાણે છે. વીર દાસે છ મિનિટમાં કરોડો લોકો માટે વાત કરી. ઉત્તમ..."

આ એપિસોડમાં ભાજપ આઈટી સેલના પ્રભારી અમિત માલવિયાએ ટ્વિટ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સવાલ કર્યો કે, શું કોંગ્રેસે વિદેશમાં ભારતને બદનામ કરવા માટે કોમેડિયનોનો આશરો લેવાનું શરૂ કર્યું છે.

માલવિયાએ લખ્યું કે, કોંગ્રેસ સતત આ રીતે કામ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, આ એપિસોડથી સ્પષ્ટ છે કે કોંગ્રેસને રાહુલ ગાંધીના નેતૃત્વમાં પૂરો વિશ્વાસ નથી.

  • You come from an India, @VirDas, where you make a living by insulting your own nation!!

    You come from an India, that allows your disgusting, derogative nonsense to pass off as freedom of speech!!

    You come from an India, that has tolerated your slander for way to long!!#Shame pic.twitter.com/YGRfDqQknj

    — Priti Gandhi - प्रीति गांधी (@MrsGandhi) November 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાજપ કાર્યકર પ્રીતિ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી

બીજેપી કાર્યકર પ્રીતિ ગાંધીએ આ વીડિયો શેર કરીને નારાજગી વ્યક્ત કરી છે. તેણે ટ્વિટ કરીને લખ્યું કે, તમે એવા દેશમાંથી આવો છો કે જે તમારી અણઘડ, અપમાનજનક બકવાસને અભિવ્યક્તિની સ્વતંત્રતાના સ્વરૂપ તરીકે રજૂ કરવાની મંજૂરી આપે છે. તમે એવા ભારતમાંથી આવો છો જેણે તમારી નિંદાને લાંબા સમયથી સહન કરી છે.

વીર દાસે સ્પષ્ટતા કરી

મામલો વધતો જોઈને વીર દાસે ખુલાસો કર્યો છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે 'આઈ કમ ફ્રોમ ટૂ ઈન્ડિંયાઝ' (હું બે પ્રકારના ભારતથી આવું છું) વીડિયોમાં તેને દેશનું અપમાન કરવાનો ઈરાદો નહોતો. દાસે ટ્વિટર પર એક નોંધ શેર કરતા કહ્યું કે, તેમનો હેતુ યાદ અપાવવાનો હતો કે દેશ તેના તમામ મુદ્દાઓ હોવા છતાં "મહાન" છે.

ભાજપે ફરિયાદ નોંધાવી

દિલ્હીમાં બીજેપીના એક નેતાએ વીર દાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, "તેણે દેશની છબી ખરાબ કરવાના ઈરાદાથી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત વિરુદ્ધ "અપમાનજનક" નિવેદનો કર્યા છે."

શું છે સમગ્ર મામલો ?

ઉલ્લેખનીય છે કે, વીર દાસે સોમવારે યુટ્યુબ પર 'આઈ કમ ફ્રોમ ટુ ઈન્ડિયા' નામનો વીડિયો અપલોડ કર્યો હતો. આ વિડિયો વોશિંગ્ટન ડીસીમાં જ્હોન એફ. કેનેડી સેન્ટર ખાતે તેમની તાજેતરની તેમની પર્ફોમન્સનો ભાગ હતો.

છ મિનિટના વિડિયોમાં, દાસે દેશના કથિત દ્વિ પાત્ર વિશે વાત કરી અને કોવિડ-19 મહામારી, બળાત્કારની ઘટનાઓ અને હાસ્ય કલાકારો સામેની કાર્યવાહીથી લઈને ખેડૂતોના વિરોધ સુધીના મુદ્દાઓ ટાંક્યા હતા. વીડિયોના એક ભાગની ક્લિપ ટ્વિટર પર શેર કરવામાં આવી રહી હતી, ખાસ કરીને તે ભાગ જેમાં દાસે કહ્યું હતું કે, "હું એવા ભારતમાંથી આવું છું જ્યાં દિવસ દરમિયાન મહિલાઓની પૂજા થાય છે અને રાત્રે દુષ્કર્મ થાય છે."

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.