મુંબઈ: કોમેડિયન (Comedian kapil sharma) અને એક્ટર કપિલ શર્માએ તેના સંઘર્ષના દિવસોની કેટલીક વાતો શેર કરી છે. જેમાં કપિલે તેના શરૂઆતના સંઘર્ષના દિવસો વિશે વાત કરતા કહ્યું કે, મારી પાસે એવી કોઈ યોજના ના હતી. જો હું કહું કે મેં કેવી રીતે કામ શરૂ કર્યું તો લોકો મારા પર હસશે.
કપિલના પિતાની ઇરછા હતી કે કપિલ જીવનમાં સર્જનાત્મક કરે
મેં પહેલા BSF માટે પ્રયાસ કર્યો હતો ત્યારબાદ આર્મીમાં ગયો હતો. મારા પિતા અને કાકા પોલીસ દળનો હિસ્સો હતા, પરંતુ મારા પિતા ઘણા સંગીતકારોને જાણતા હતા અને તેમણે તેમની સાથે મારો પરિચય કરાવ્યો હતો. તે ઈચ્છતા હતા કે, હું જીવનમાં કંઈક ખાસ અને સર્જનાત્મક કરું.
કપિલે તેના જીવન વિશે કરી વાત
કપિલે કહ્યું કે, મને યાદ છે કે હું મારા મિત્રો સાથે પહેલીવાર મુંબઈ આવ્યો હતો, ત્યારે અમે ડાયરેક્ટરની શોધમાં જુહુ બીચ પર એવી રીતે ફરતા હતા કે જાણે અમારી પાસે જીવનમાં આનાથી વધુ સારું કંઈ જ ન હોય, ત્યારથી સમય અને પરિસ્થિતિ પણ ઘણી બદલાય ગઇ છે.
કપિલ શર્માઃ આઈ એમ નોટ ડન' નેટફ્લિક્સ થશે રિલીઝ
મુંબઈએ મારા જેવા સ્કૂટરવાળા લોકોને એક પ્લેટફોર્મ અને લોકોનું મનોરંજન કરવાની તક આપી છે'. સ્ટાર કોમેડિયને કહ્યું કે, મને યાદ છે કે હું મુંબઈમાં તદ્દન નવો હતો અને મારા માર્ગમાં શું આવી રહ્યું છે તેનાથી હું બિલકુલ અજાણ હતો. હું મુંબઈની ગલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો, હું અત્યારે જ્યાં છું ત્યાં રહેવાનું સપનું જોઈ રહ્યો હતો. કપિલ શર્માઃ આઈ એમ નોટ ડન' (Kapil Sharma: I am not done release date) નેટફ્લિક્સ (Netflix series) પર 28 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.
આ પણ વાંચો: