અમદાવાદ: આવકવેરા વિભાગ (IT)એ BBC ની દિલ્હી ઓફિસ પર દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, 60 થી 70 IT લોકોની ટીમ દરોડામાં સામેલ છે. આઈટી ટીમ બીબીસી ઓફિસમાં રાખેલા રેકોર્ડની તપાસ કરી રહી છે. કાર્યવાહી દરમિયાન સ્ટાફના ફોન સ્વીચ ઓફ કરવામાં આવ્યા છે. આ સાથે કેમ્પસમાં કોઈપણને આવવા-જવા પર રોક લગાવવામાં આવી છે.
-
Income Tax department surveys the BBC office in Delhi, as per sources.
— ANI (@ANI) February 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The BBC office is located on KG Marg. pic.twitter.com/8v6Wnp75JU
">Income Tax department surveys the BBC office in Delhi, as per sources.
— ANI (@ANI) February 14, 2023
The BBC office is located on KG Marg. pic.twitter.com/8v6Wnp75JUIncome Tax department surveys the BBC office in Delhi, as per sources.
— ANI (@ANI) February 14, 2023
The BBC office is located on KG Marg. pic.twitter.com/8v6Wnp75JU
ડોક્યુમેન્ટ્રી મામલે થયો હતો વિવાદ: હાલમાં જ ગુજરાત 2002 ના રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી "ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન" ના પ્રસારણને લઈને વિવાદ સામે આવ્યો હતો. સરકાર દ્વારા આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો હતો. લોકો આ રેડને ડોક્યુમેન્ટ્રી સાથે જોડીને જોઈ રહ્યા છે. દરોડા અંગે આવકવેરા વિભાગ અથવા બીબીસી તરફથી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
દિલ્હી અને મુંબઇ સ્થિત BBCની ઓફિસ સીલ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર આવકવેરા વિભાગના અધિકારીઓએ દિલ્હી અને મુંબઇ સ્થિત BBCની ઓફિસને સંપૂર્ણ રીતે સીલ કરી દીધી છે. સાથે જ તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરી લેવાયા હોવાની પણ માહિતી છે. તો એવી પણ માહિતી સામે આવી છે કે તમામ કર્મચારીઓને ઓફિસની બહાર ન જવા માટે કહેવામાં આવ્યું છે. તો સાથે જ મીડિયા ઈન્સ્ટિટ્યૂટની લંડન ઓફિસને પણ આવકવેરાના આ દરોડાની જાણકારી આપવામાં આવી હોવાની માહિતી છે.
કર્મચારીઓના ફોન બંધ: બીબીસીના એક પૂર્વ કર્મચારીએ ETV ભારતને જણાવ્યું કે તેઓ ઓફિસમાં વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ફોન બંધ છે અને ઓફિસને દેખીતી રીતે સીલ કરી દેવામાં આવી છે. પરંતુ તેઓ હજુ પણ સુનિશ્ચિત નથી કે તે ખરેખર દરોડો છે કે શોધ છે અથવા ફક્ત તેમને બોલાવી રહી છે. બીબીસીના ભૂતપૂર્વ કર્મચારીએ કહ્યું, "મેં બીબીસી ઓફિસમાં મારા સાથીદારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના ફોન બંધ છે જે ખૂબ જ અસામાન્ય છે." વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો Amit Shah interview: ગૃહપ્રધાન અમિત શાહનું મોટું નિવેદન, અમે PFI પર સફળતાપૂર્વક પ્રતિબંધ મૂક્યો
-
पहले BBC की डॉक्यूमेंट्री आई, उसे बैन किया गया।
— Congress (@INCIndia) February 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
अब BBC पर IT का छापा पड़ गया है।
अघोषित आपातकाल
">पहले BBC की डॉक्यूमेंट्री आई, उसे बैन किया गया।
— Congress (@INCIndia) February 14, 2023
अब BBC पर IT का छापा पड़ गया है।
अघोषित आपातकालपहले BBC की डॉक्यूमेंट्री आई, उसे बैन किया गया।
— Congress (@INCIndia) February 14, 2023
अब BBC पर IT का छापा पड़ गया है।
अघोषित आपातकाल
વિપક્ષના સવાલ: રેડ મામલે વિપક્ષ દ્વારા સરકાર પર સવાલો ઉભા કરવામાં આવ્યા છે. કોંગ્રેસ સરકાર પર આરોપ લગાડતા ટ્વીટ કર્યું હતું કે દેશમાં અઘોષિત કટોકટી જેવી સ્થિતિ છે. સરકારે પહેલા ની ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવ્યો હવે રેડ પાડવામાં આવી. કોંગ્રેસ નેતા જઈરામ રમેશ દ્વારા આ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અમે જેપીસીની માંગ કરી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર બીબીસી પર રેડ કરવી રહી છે, “વિનાશકારે વિપરીત બુદ્ધિ.”