ETV Bharat / bharat

CNG price : CNGના ભાવમાં કિલોદીઠ ફરી રૂપિયા 2.50નો વધારો, પેટ્રોલ ડિઝલે પણ નિભાવ્યો સાથ - CNG Price In Gujarat

પેટ્રોલ અને ડીઝલની સાથે હવે CNGમાં પણ ભાવ વધારો (CNG price) ઝીંકાયો છે. પેટ્રોલ અને ડીઝલમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ગુજરાત ગેસ દ્વારા ફરી આજે બીજા દિવસે CNGના ભાવમાં રુપિયા 2.50નો વધારો કર્યો છે.

CNG Price Hike Petrol Diesel Price Hike
CNG Price Hike Petrol Diesel Price Hike
author img

By

Published : Apr 7, 2022, 11:48 AM IST

ન્યૂઝ ડેસ્ક: આજે ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં (CNG price) કિલોદીઠ રૂપિયા 2.50નો વધારો કરતાં કુલ કિંમત રૂપિયા 79.59 થયો છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલમાં લિટર દીઠ અનુક્રમે 80 પૈસા અને 82 પૈસાનો વધારો જાહેર થયો છે. CNGમાં ભાવ વધારો આજે મધ્ય રાત્રીથી જ્યારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો સવારે 6 વાગ્યાથી અમલી થયો હતો. આ સાથે પેટ્રોલ બાદ હવે ટૂંક સમયમાં ડીઝલના ભાવ પણ રૂપિયા 100ની સપાટીને કુદાવી દે તેવી પ્રબળ સંભાવના છે.

આ પણ વાંચો: Petrol Diesel Prices : પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે ફરી વધ્યા, જાણો નવા ભાવ

CNGમાં પણ ભાવ વધારો ઝીંકાયો : પેટ્રોલ અને ડીઝલની સાથે હવે CNGમાં પણ ભાવ વધારો ઝીંકાયો છે. CNGનો જૂનો ભાવ રુપિયા 76.98 હતો, જે વધીને રુપિયા 79.59 થયો છે. CNGના ભાવમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને રિક્ષાચાલકો આ ભાવ વધારાથી નારાજ જોવા મળી રહ્યાં છે.

આ પણ વાંચો: Petrol Diesel Price : પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી એક વાર 80 પૈસાનો વધારો, જાણો આજની કિંમત

સતત ભાવ વધતાં પેટ્રોલ રૂપિયા 105ને પાર થયું : પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે પેટ્રોલના ભાવ ફરી રૂપિયા 105 પ્રતિ લિટરની સપાટી પાર કરી ગયા છે. ગુજરાતમાં પાંચ મહિના અને 23 દિવસ બાદ ફરી પેટ્રોલના કિંમતે સેન્ચુરી લેવલ ક્રોસ કર્યું છે. અગાઉ 7 ઓકટોબર 2021ના રોજ પેટ્રોલમાં રૂપિયા 100નો ભાવ થયો હતો. ગત દિવાળીએ કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેક્સમાં ઘટાડો કરતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હાલમાં થયેલા ભાવ વધારાના કારણે સરકારે જે રાહત આપી હતી તે અત્યારની સ્થિતિએ અડધી થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.